ઓનલાઈન રૂપિયા કમાવવાની લાલચમાં સુરતનો યુવક જબરો ભરાયો, જાણી થઈ જશો ચકિત….
સોશિયલ મીડિયા ના યુગમાં છેતરપિંડીની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે સુરત શહેરથી આવો જ મામલો સામે આવ્યો છે. સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટલમાં ઓર્ડર કરવા ના ટાસ્ક પૂર્ણ કરવાની લાલચમાં છેતરવામાં આવ્યો છે. જેમાં યુવક ને હોટલ ઓર્ડર કરવા ના ટાસ્ક પૂર્ણ કરવા બાબત માં સારું કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી અને પોતાની વાતોમાં ભોળવી તેની પાસેથી છેતરપિંડી કરવામાં આવી હતી.
જાણકારી મુજબ, છેતરપિંડી કરનાર વેબસાઈટમાં ફરિયાદીના નામના યુઝરનેમ અને આઈડી પાસવર્ડ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીને એક-એક ટાસ્ક પૂર્ણ કરવા બદલ 1042 રૂપિયાનું કમિશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વધુ ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી અલગ અલગ ટાસ્ક ના નામે અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં 7,50,000 ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. તેના પછી 7,50,000 માંથી ફરિયાદીને માત્ર 55,360 રૂપિયાનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હતું અને 6,94,000 નું રૂપિયાનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નહોતો.
તેના લીધે ફરિયાદી દ્વારા સમગ્ર મામલામાં સાયબર ક્રાઇમ પોલીસ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરતના પુણાગામ વિસ્તારમાં ચામુંડા નગરમાં રહેનાર રત્નકલાકાર જીગ્નેશ ઉર્ફે જીગો સુથાર ની ધરપકડ કરાઈ છે. હાલમાં પોલીસ દ્વારા જીગા દ્વારા અત્યાર સુધીમાં કેટલા સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.