NewsSport

આ 5 ભારતીય ક્રિકેટરો છે પ્રાઈવેટ જેટના માલિક, જાણો કયા ખેલાડીનું પ્રાઈવેટ જેટ છે સૌથી મોંઘુ…

ભારતીય ક્રિકેટરો ઘણા પૈસા છાપે છે. જ્યારથી IPL આવી છે, ત્યારથી જ ક્રિકેટરો પર પૈસાનો વરસાદ થવા લાગ્યો છે. તમે દરેક બીજા-ત્રીજી જાહેરાતમાં માત્ર ક્રિકેટરો જ જોશો. ધોની-કોહલી જેવા ખેલાડીઓ બ્રાન્ડને એન્ડોર્સ કરીને અબજોપતિ બની ગયા છે.

આ ક્રિકેટરોની જીવનશૈલીમાં તમને તેમના પૈસાની ઝલક પણ જોવા મળશે. મોંઘા ઘર, લક્ઝુરિયસ કાર, લાખો કપડાં-ઘડિયાળો અને પ્રાઈવેટ જેટ પણ. એવા પાંચ ભારતીય ક્રિકેટરો છે જેમની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે, તો ચાલો જાણીએ કે કયા ક્રિકેટર પાસે કયું છે જેટ પ્લેન.

1. વિરાટ કોહલી…
વિરાટ કોહલી પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે. પત્ની અનુષ્કા શર્મા અને કોહલીની જેટ સાથેની તસવીર પણ વાયરલ થઈ છે. આ ફોટો તે સમયનો છે જ્યારે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, કિંગ કોહલીના આ જેટની કિંમત લગભગ 120 કરોડ રૂપિયા છે.

2. મહેન્દ્ર સિંહ ધોની…
કૅપ્ટન કૂલ માત્ર મોંઘી બાઈક જ નહીં પણ પ્રાઈવેટ જેટની પણ માલિકી ધરાવે છે. રિપોર્ટ્સ મુજબ, ધોનીના પ્રાઈવેટ જેટની કિંમત લગભગ 110 કરોડ રૂપિયા છે. તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે.

3. કપિલ દેવ…
કપિલ દેવ પાસે પોતાનું પ્રાઈવેટ જેટ પણ છે. રિપોર્ટ્સ મુજબ તો, 1983 વર્લ્ડ કપ વિજેતા ભારતીય કેપ્ટન કપિલ દેવના પ્રાઈવેટ જેટની કિંમત લગભગ 110 કરોડ રૂપિયા છે.

4. સચિન તેંડુલકર..
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ એક પ્રાઈવેટ જેટનો માલિક છે, જેની કિંમત લગભગ 260 કરોડ રૂપિયા છે. બોલિવૂડ એક્ટર વરુણ ધવન સાથેની તેમની તસવીર વર્ષ 2016માં પણ વાયરલ થઈ હતી, જેમાં તે એક પ્રાઈવેટ જેટમાં સાથે હતા.

5. હાર્દિક પંડ્યા…
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જે પોતાની લાઈફસ્ટાઈલને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે તેની પાસે એક પ્રાઈવેટ જેટ પણ છે, જેની કિંમત લગભગ 40 કરોડ રૂપિયા છે.