GujaratSouth GujaratValsad

લો બોલો, આ ચોરોએ તો શોરૂમમાંથી નવી કાર જ ચોરી લીધી, સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ સમગ્ર ઘટના

વલસાડ જિલ્લાથી ચોરીની ઘટના સામે આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામના સંજાણમાં કારના શોરૂમમાં બે તસ્કરો ત્રાટકયા હોવાની જાણકારી સામે આવી છે. વલસાડ જિલ્લામાં ગઈ કાલ શોરૂમમાં મોડી રાત્રીના ત્રાટકેલા તસ્કરો દ્વારા શટરનું તાળું તોડી નવી કારની ચોરી કરવામાં આવી હતી. તસ્કરોને કારની ચાવી મળી જતા તે કાર લઈને ચાલ્યા ગયા હતા. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જાણકારી મુજબ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં એક કારના શોરૂમમાંથી નવી કારની ચોરી કરી બે તસ્કરો નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કારચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે ઉમરગામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટના મુજબ, વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં આવેલા મહેન્દ્રા કારના શોરૂમમાં તસ્કરો દ્વારા એક મોંધી કારની ચોરી કરવામાં આવી હતી. આ મામલામાં ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તપાસ કરતા કારના શોરૂમમાંથી શટર તોડી બે વ્યક્તિઓ નવી કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉમરગામ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે નવી કારની ચોરી કરનાર આરોપીઓને શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે.