NewsIndiaMoneyStock Market

અદાણી ગ્રુપના આ ત્રણ શેરનું શું થશે? આજે પણ નીચલી સર્કિટ લાગી છે…રોકાણકાર બરબાદ!

અમેરિકન રિસર્ચ ફર્મ Hindenburg ના રિપોર્ટ બાદ Adani ગ્રુપના તમામ શેરમાં વેચવાલી જોવા મળી હતી. હિંડનબર્ગે 24મી જાન્યુઆરીએ અદાણી ગ્રૂપ વિરુદ્ધ રિપોર્ટ જારી કર્યો હતો, ત્યાર બાદ જ અદાણી ગ્રૂપના તમામ શેરો તૂટ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોમાં અદાણી ગ્રુપના ત્રણ શેરને બાદ કરતાં બાકીના શેરમાં તેજી જોવા મળી હતી. ખાસ કરીને અદાણી પોર્ટ, અદાણી વિલ્મર, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર અને અબુંજા સિમેન્ટના શેરમાં થોડી રિકવરી જોવા મળી છે. પરંતુ અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસના શેરમાં 21 ફેબ્રુઆરી સુધી ઘટાડો ચાલુ રહ્યો હતો.

Adani Transmission નો શેર 21 ફેબ્રુઆરીએ 5 ટકાના ઘટાડા સાથે રૂ. 830.70 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં આ સ્ટોક 70 ટકાથી વધુ ઘટ્યો છે. આ સ્ટોક 6 મહિનામાં 76 ટકા ઘટ્યો છે. તે જ સમયે, આ સ્ટૉકની 52 સપ્તાહની ઊંચી સપાટી 4,236.75 રૂપિયા છે.

આ સિવાય Adani Green Energy નો શેર પણ દરરોજ ઘટી રહ્યો છે. મંગળવારે પણ શેર 5 ટકા ઘટીને રૂ. 567.40 થયો હતો. આ સ્ટોક એક મહિનામાં 70 ટકા ઘટ્યો છે. જ્યારે આ શેરનો ઓલ ટાઈમ હાઈ રૂ.3050 હતો. અદાણી ગ્રીનના શેરે છેલ્લા 6 મહિનામાં 77% નેગેટિવ રિટર્ન આપ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. હિન્ડેનબર્ગના મતે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરનું મૂલ્ય 85 ટકાથી વધુ છે. ત્યારથી શેર સતત ઘટતો રહ્યો છે.

હિંડનબર્ગના રિપોર્ટને કારણે અદાણી જૂથને મોટું આર્થિક નુકસાન થયું છે. આ ઘટાડાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો ઘટાડો થયો છે. ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી 26માં સ્થાને સરકી ગયા છે. જ્યારે ગૌતમ અદાણી આજથી એક મહિના પહેલા જ ચોથા સ્થાને હતા.