અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી છે. તેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તેની સાથે અનેક જગ્યાએ શોભાયાત્રા કાઢીને આ પ્રસંગની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પ્રસંગ દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે વડોદરાના પાદરાના ભોજગામે સોમવારે રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેની સાથે હવે આ બાબતમાં એક મોટી જાણકારી સામે આવી છે.
પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડોદરાના ભોજ ગામની શોભાયાત્રા પર પથ્થરમારાની સાથે કટ્ટરવાદીઓ દ્વારા બીજી પણ એક મોટી ધમકી પણ અપવામાં આવી હતી જેમાં હવે પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. આ મામલામાં ગુજરાતના વડોદરામાં પોલીસ દ્વારા પાંચ મુસ્લિમ છોકરાઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર આરોપ છે કે, આરોપીઓએ પ્રાણ પ્રતિષ્ઠા સામે ભડકાઉ પોસ્ટર દ્વારા માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીના મોબાઇલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, પાંચ મુસ્લિમ યુવાનો દ્વારા બાબરી મસ્જિદની તસ્વીર સાથે માથું અલગ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેમના દ્વારા ઈન્સ્ટાગ્રામ પર બાબરીની તસ્વીર સાથે લખવામાં આવ્યું હતું કે, ‘જ્યારે અમારો સમય આવશે ત્યારે માથું ધડથી અમે અલગ કરી નાખીશું. આ પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ ગઈ હતી. તેના લીધે આ મામલાને ગંભીરતાથી લેતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ યુનિટની મદદથી પાંચેય આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
વડોદરાના ભોજ ગામમાં સોમવારના નીકળેલી શોભા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં આઠ લોકોને ઈજા પહોંચી હતી. પોલીસ દ્વારા આ મામલમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયા હતા. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સોમવારના રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના દિવસે વડોદરાના પાદરના ભોજગામમાં રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પાદરના ભોજગામમાં રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં 8 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.