Gujarat

Gujarat Survey: ખાનગી સંસ્થા દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં સામે આવી હકીકત, કોરોના કાળ બાદ બાળકોમાં અભ્યાસનું સ્તર નીચે આવ્યું

This fact was revealed in a survey conducted by a private organization

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકના ભણતર અંગે ખાનગી સંસ્થા દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ચોકાવનારી વિગતો સામે આવી છે. કોરોના કાળ સમયે શાળાઓ અને કોલેજો બંધ થવાના કારણે બાળકોમાં અભ્યાસનું સ્તર નીચું ગયું હોવાનું જાણવા મળ્યું હતું. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ અસર જોવા મળી હતી. (Gujarat Survey)

આ સર્વેમાં ગુજરાતના બધા જિલ્લાના 30 ગામડાઓ પસંદ કરવામાં આવ્યા હતા. 30 ગામડાઓ પૈકી દરેક ગામડાના 20 ઘરમાં જઈને બાળકોના અભ્યાસનો સર્વે કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં 3 થી 16 વર્ષના 20,330 બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જ્યારે 5 થી 16 વર્ષના 16,310 બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો.

શાળા કોલેજ અને NGO ના માધ્યમ દ્વારા કરાયો સર્વે :- રાજ્યમાં School, College, એનજીઓ જેવા અલગ અલગ 20 પાર્ટનરની મદદ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે સપ્ટેમ્બર થી નવેમ્બર 2022 ના સમય દરમિયાન કરવામાં આવ્યો હતો. જે ગામડામાં સર્વે કરવામાં આવ્યો હતો તેની સરકારી શાળાની ભૌતિક સુવિધાઓ પણ ચકાસવામાં આવી હતી.

મહત્વનું એ છે કે, અન્ય રાજ્યોના સર્વે કરતાં ગુજરાતની સરકારી શાળાઓ વધુ સુવિધાઓમાં મળતી હોવાનું પણ સામે આવ્યું છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે કોરોના કાળ બાદ સરકારી શાળાઓમાં એડમિશનની સંખ્યા વધી છે. વર્ષ 2018 કરતા વર્ષ 2022 એટલે કે કોરોના કાળ બાદ બાળકોમાં અભ્યાસનું લેવલનું સ્તર નીચું આવ્યું છે.