દેશનો સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને કોઈ ઓળખાણ આપવી પડે તેવું નથી. તેઓ પરિવાર સાથે મહેલ જેવા ઘરમાં રહે છે. મોટાભાગના લોકો એવું માને છે કે આ ઘર કરતાં મોંઘુ અને શાનદાર ઘર અન્ય કોઈ ન હોઈ શકે. પરંતુ આજે તમને જણાવીએ કે એન્ટિલિયા કરતા પણ મોંઘુ અને શાનદાર ઘર એક ઉદ્યોગપતિએ બનાવ્યું છે.
પહેલા વાત કરીએ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીના ઘર વિશે. તેનું ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં છે. તેની કિંમત 5000 કરોડથી પણ વધારે છે. આ ઘર 17 માળનું છે અને તેમાં સુખ સુવિધા ની દરેક વસ્તુ ઉપલબ્ધ છે.
જોકે અહીં વાત કરવાની છે પ્રખ્યાત ફેબ્રિક્સ અને ફેશન રિટેલર રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાના ઘરની. ગૌતમ સિંગારિયા પણ એક પ્રખ્યાત ઉદ્યોગપતિ છે અને તેઓ કરોડોની કમાણી કરે છે તેમનું ઘર પણ લકજ્યુરીયસ છે અને ખૂબ જ શાનદાર છે.
તેમનું ઘર મુંબઈના અલ્ટ્રા માઉન્ટ રોડ પર આવેલું છે. જેને લોકો જે કે હાઉસ તરીકે ઓળખે છે. આ ઘરની ઊંચાઈ 145 મીટર છે અને તે 30 માળનું છે. આ ઘરમાં સ્પા, જીમ હેલીપેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
જે કે હાઉસમાં આરસનું એક 45 ફૂટનો ઊંચો મંડપ બનાવાયો છે. અહીં તેમણે જે કે ગ્રુપના સંસ્થાપક તેમજ ગૌતમ સિંઘાન્યાના દાદા લાલા કૈલાશપતિ સિંઘાન્ય ની મૂર્તિ લગાવી છે. આ ઘરની કિંમત અંદાજે 81 મિલિયન અમેરિકન ડોલર છે. આગળના પાંચ માળમાં તો ગૌતમ સિંગાન્યાની પ્રિય કાર માટે પાર્કિંગ બનાવાયું છે. તેમને દરેક પ્રકારની કારનો શોખ છે. તેમના કારના કલેક્શનમાં lamborghini સહિતની કરોડોની કારનો સમાવેશ થાય છે