International

લગભગ દોઢ વર્ષ સુધી 230 ફૂટ ઊંડી ગુફામાં રહી હતી આ મહિલા, જાણો એવું તો શું હતું કારણ….

230 ફૂટ ઊંડી ગુફામાં 500 દિવસ વિતાવનાર મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે 20 નવેમ્બર 2021 થી 14 એપ્રિલ 2023 સુધી ગ્રેનાડામાં 230 ફૂટ ઊંડી ગુફામાં રહેતી હતી. લગભગ દોઢ વર્ષ પછી ગત દિવસે તેનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેને ગુફામાંથી બહાર આવતી બતાવવામાં આવી હતી. મહિલાનું નામ બીટ્રિઝ ફ્લેમિની છે અને તે સ્પેનની છે. રોઇટર્સના રિપોર્ટ મુજબ જ્યારે ક્લાઇમ્બર બીટ્રિઝ 48 વર્ષની હતી ત્યારે તેણે રિસર્ચ માટે ગુફામાં જવાનું નક્કી કર્યું હતું. બીટ્રિઝે 230 ફૂટ ઊંડી ગુફામાં 500 દિવસ એકલા વિતાવ્યા હતા.

બીટ્રિસે ગુફામાં રહેવાનું નક્કી કર્યું ત્યારે બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીય જીવિત હતી. રશિયા-યુક્રેન યુદ્ધ પણ શરૂ થયું ન હતું. કોરોના વિશ્વમાં તબાહી મચાવી રહ્યો હતો. આવા સમયમાં, ગુફામાંથી બહાર આવ્યા પછી, બીટ્રિઝને લાગે છે કે જાણે દુનિયા બદલાઈ ગઈ છે. બહાર આવતાં, બીટ્રિઝે કહ્યું- ગુફામાં રહીને પોતાની લાગણીઓને કાબૂમાં રાખી. મેં મનમાં ને મનમાં ઘણી વાતો કરી.

બીટ્રિઝે ગુફામાં તેના બે જન્મદિવસની ઉજવણી પણ કરી હતી. ગુફાની અંદર બીટ્રિઝનો મોટાભાગનો સમય કસરત કરવામાં પસાર થતો હતો. આ સિવાય તે દોરથી, કપડાં વણતી અને પુસ્તકો વાંચતી. આ 500 દિવસમાં બીટ્રિઝે લગભગ 1000 લિટર પાણી પીધું, પણ સ્નાન કરી શક્યા નહીં. એક ટીમ બેટ્રિઝને સમર્થન માટે બહારથી દેખરેખ રાખતી હતી.

ખરેખરમાં, કેટલાક મનોવૈજ્ઞાનિકો, સંશોધકો અને ગુફા સંશોધકો સાથે મળીને એક અભ્યાસ કરી રહ્યા હતા, જેનો હેતુ માનવ શરીર અને મનની ક્ષમતાઓને જાણવાનો હતો. અભ્યાસ દ્વારા એ જાણવા મળ્યું કે નિર્જન સ્થળો એટલે કે ગુફા, જંગલ વગેરેમાં એકલા રહેવાથી માનવ શરીર અને તેની હરકતો બદલાય છે. તેથી જ બીટ્રિઝ ગુફામાં રહેવા સંમત થયા. હવે તેના શરીરની તપાસ કર્યા બાદ તારણો કાઢવામાં આવશે.