International

આ મહિલાએ એલન મસ્કને મૂક્યા ચિંતામાં, ઈચ્છા હોવા છતાં નથી હટાવી શકતા ટ્વિટરથી

જ્યારથી એલન મસ્કએ twitter ની કમાન સંભાળી છે ત્યારથી રોજ બંને ચર્ચામાં રહે છે. ટ્વીટર પર અધિકાર મળ્યા પછી એલન મસ્ક પહેલા દિવસે જ ઓફિસમાં ટોયલેટ ઝીંક લઈને પહોંચ્યા હતા. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં રહી હતી.

ત્યાર પછી તેમણે ઘણા સિનિયર કર્મચારીઓની છટણી કરી નાખી હતી. સાથે જ ટ્વિટરમાં પણ ઘણા ફેરફાર કરી નાખ્યા. જેને લઈને તે સતત ચર્ચામાં રહ્યા છે. તેમણે ઘણા મોટા કર્મચારીઓની દુનિયાભરમાંથી છૂટી કરી નાખી છે. પરંતુ એક મહિલાને તે ઈચ્છા હોવા છતાં પણ કંપનીમાંથી બહાર કરી શકતા નથી.

જમેલા ની વાત થઈ રહી છે તેનું નામ સીનેડ છે. ટ્વીટરમાં પબ્લિક પોલીસીની ગ્લોબલ વોઇસ પ્રેસિડેન્ટ છે. હવે એલન મસ્ક ને સિનેડ સતત પડકાર આપી રહી છે. તેને આયર્લેન્ડની હાઇકોર્ટને અરજી કરી છે કે ટ્વિટરમાંથી તેની નોકરી બરખાસ્ત કરવા મામલે રોક લગાવવાનો આદેશ કરવામાં આવે.

તેને કોર્ટ ને જણાવ્યું છે કે એલન મસ્ક એ જ્યારથી twitter પર અધિકાર મેળવ્યો છે ત્યારથી ફોર્મમાં કામ કરવું મુશ્કેલ થઈ ગયું છે. તેણે એવું પણ કહ્યું છે કે એક સપ્તાહમાં 40 કલાક ને બદલે 75 કલાકથી વધારે કામ કરવું પડી રહ્યું છે. Twitter ના બધા જ કર્મચારીઓને એક ઇમેલ મોકલ્યો હતો પરંતુ સીનેડે તેનો કોઈ જવાબ આપ્યો નહીં અને પછી ઓફિસમાં તેની એન્ટ્રી પર રોક લગાવી દેવામાં આવી.

જ્યારે વિવાદ વધી ગયો તો સીનેડે હાઇકોર્ટમાં અરજી કરી દીધી. અત્યાર સુધીમાં ટ્વિટરથી રાજીનામું આપ્યું નથી અને હવે તેને હાઇકોર્ટનો પણ સાથ મળ્યો છે. હાઇકોર્ટે તેને સુરક્ષા આપી છે. જેના કારણે એલનની ચિંતા વધી ગઈ છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે