ત્રણ મિત્રો તળાવમાં ન્હાવા પડ્યા અને પછી થઈ જોવા જેવી….
રાજ્યમાં ડૂબવાને લીધે મોત થયાના સમાચાર સતત સામે આવતા રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. સુરતના માંગરોળ તાલુકાના પાલોદથી આવવા સમાચાર સામે આવ્યા છે. માંગરોળ તાલુકાના પાલોદમાં આવેલ એક તળાવમાં ત્રણ મિત્રો ન્હાવા માટે પડ્યા હતા. જેમાં એક 13 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબવાના લીધે કરુણ મોત નીપજ્યું છે.
આ ત્રણેય મિત્રો ઘરેથી ન્હાવા માટે નીકળ્યા હતા. એવામાં 13 વર્ષીય શુભમ ના ઘરે પરત ના ફરતા તેના પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન તળાવમાં ડૂબી જવાના લીધે શુભમ નું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામમાં જે. બી. રો-હાઉસમાં રહેનાર 13 વર્ષીય શુભમ મિત્રો સાથે તળાવમાં ન્હાવા માટે ગયો હતો અને ત્રણ મિત્રો તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા.
તેમ છતાં તળાવમાં ત્રણ મિત્રો સાથે ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી 13 વર્ષીય શુભમ નું ડૂબી જવાના લીધે કરુણ મોત નીપજ્યું હતું. એવામાં શુભમ ઘરે ના ફરતા પરિવારજનો દ્વારા શુભમ ની તપાસ શરૂ કરી હતી અને થોડા કલાકો પૂછપરછ કર્યા બાદ જાણ થઈ કે શુભમ ત્રણ મિત્રો સાથે પાલોદ ગામે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયો છે.
પરિવારજનોને ત્યાર બાદ જાણકારી મળી કે, તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે મિત્રો સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા પરંતુ શુભમ નું તળાવમાં ડૂબી જવાના લીધે તેનું કરૂણ મોત નીપજ્યું છે. ત્યાર બાદ કોસંબા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકની તપાસ હાથ ધરી હતી. કોસંબા પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયા બોલાવીને 13 વર્ષીય શુભમના મૃતદેહની તપાસ કરીને મોડી રાત્રીના શુભમના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યારે આ રીતે શુભમના મૃત્યુથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.