GujaratSaurashtra

ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના ત્રણ મકાનો ધરાશાયી, 6 લોકોને બચાવાયા

ભાવનગર શહેરનાં ભરતનગર વિસ્તારમાં આવેલ કૈલાસ સોસાયટીથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના ત્રણ મકાન ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ધરાશાયી મકાનમાંથી 6 લોકોનું રેસ્ક્યુ કરાયું હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. સુત્રો મુજબ, હાઉસિંગ બોર્ડનાં ત્રણ મકા ધરાશાયી થતા લોકો ફસાઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરમાં બનેલી કૈલાસ સોસાયટીમાં ત્રણ મકાનો ધરાશાઈ થયા હતા. આ મકાન હાઉસિંગ બોર્ડના હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી છે. તેમના દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. હાઉસિંગ બોર્ડનાં આ મકાનો છેલ્લા 10 વર્ષથી અત્યંત જર્જરિત બની ગયા હતા તેમ છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નહોતી.

ઉલ્લેખનીય છે કે, હાઉસિંગ મકાનમાં દુર્ઘટનાઓ થતી હોવા છતા અધિકારીઓ દ્વારા રિનોવેશન માટે કોઈ કાર્યવાહી કરાતી નથી. ફાયર વિભાગ દ્વારા હાલમાં ધરાશાયી મકાનમાંથી 6 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. તેમ છતાં આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

નોંધનીય છે કે, અમદાવાદના વેજલપુરથી એક મોટી દુર્ઘટના સામે આવી હતી. અમદાવાદના વેજલપુર સોનલ સિનેમા નજીક આવેલ ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી હતી. પરંતુ આ દરમિયાન આ ફ્લેટમાં બે જ પરિવાર વસવાટ કરી રહ્યો હતો. તેમ છતાં આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.