AhmedabadGujarat

અમદાવાદના મીઠાખળીમાં ત્રણ માળનું બિલ્ડીંગ ધરાશાઈ થતા પાંચ વ્યક્તિ દટાયા, ચારનું રેસ્ક્યુ, એકનું મોત

ગુજરાતમાં ચોમાસું બેસતા જ ગુજરાતભરમાં વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. રાજ્યના દરેક જિલ્લાઓ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહી છે. એવામાં અમદાવાદમાં પણ ધોધમાર છેલ્લા થોડા દિવસથી વરસી રહ્યો છે. એવામાં આજે અમદાવાદના મીઠાખળી ગામમાં મકાન ધરાશાઈ થયું હોવાની ઘટના સામે આવી છે. આજે અમદાવાદના મીઠાખળી ગામમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હોવાની જાણકારી સામે આવી છે.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદ જોવા મળ્યો છે. તેના લીધે અનેક જગ્યા મકાન ધારાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. આજે અમદાવાદના મીઠાખળીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હોવાની જાણકારી સામે આવી છે. આ અકસ્માતમાં 55 વર્ષીય વિનોદભાઈનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેમના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.

ફાયરની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવા માટે જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાટમાળ હટાવીને તેની નીચે ફસાયેલા 4 લોકોને બહાર કાઢી સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડી દીધા હતા. તેમ છતાં આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે ચાર લોકોનો આબાદ બચાવ થયો છે.

જ્યારે મકાન ધરાશાઈ થતા જ સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને આ મામલામાં જાણ કરી દેવામાં આવી  હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, પરિવારના તમામ લોકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા એલીસબ્રીજ ધારાસભ્ય અમિત શાહ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.

ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 30 મિનિટની શોધખોળ બાદ કાટમાળ નીચે ફસાયેલ તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ,  આ ધરાશાયી થનાર ધરાશાયી થયેલું ત્રણ માળનું મકાન વર્ષો જૂનું રહેલું હતું.