GujaratSouth GujaratSurat

મહિલા પ્રોફેસરનો અશ્લીલ ફોટો બનાવીને ત્રણ યુવકોએ કર્યું ખરાબ કામ

બ્લેકમેઇલ કરીને પૈસા પડાવવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી ઘટનાઓમાં ઘણી વખત ના થવાનું થતું હોય છે. આવું જ કંઈક સુરતમાં સામે આવ્યું છે. સુરતમાં એક મહિલા પ્રોફેસરને લોનનો મેસેજ આવ્યો હોવાથી મહિલાએ લૉન માટે એપ્લાય કર્યું હતું. તેમાં મહિલાનો ફોટો માંગતા મહિલાએ ફોટો આપ્યો હતો. ત્યારે થોડા સમય પછી મહિલા પ્રોફેસરનો ફોટો મોફ કરીને અશ્લીલ ફોટો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ આરોપીઓએ આ ફોટો વાયરલ ના કરવા માટે પ્રોફેસર પાસેથી 70,000 રૂપિયા પડાવી લીધા હતા. અને ત્યારપછી પણ આરોપીઓએ વધુ પૈસાની માંગણી કરતા રહેતા મહિલા પ્રોફેરે છેવટે બદનામીના ડરથી આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર કેસમાં આખરે રાંદેર પોલીસે ઝરખંડથી આ ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમને સુરત લવાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં વસવાટ કરતી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી સેજલ કુમારીના મોબાઈલ પર થોડા સમય પહેલા ડોક્યુમેન્ટ વગર જ લોન મળશે તેવો એક મેસેજ આવ્યો હતો. ત્યારે સેજલે લોન માટે એપ્લાય કરતા જ સેજલના બધા જ ડોક્યુમેન્ટ અને તેનો ફોટો આરોપીઓ સુધી પહોંચી ગયા હતા. થોડા સમય પછી પાકિસ્તાનના નંબરથી આરોપીઓએ સેજલને તેનો મોફ કરેલો ન્યુડ ફોટો મોકલ્યો હતો. અને સેજલને બ્લેકમેઇલ કરી કે 70 હજાર રૂપિયા અમને ટ્રાન્સફર કર નહિ તો અમે આ ફોટો વાયરલ કરી દઈશું. જેથી સેજલે એક વખત તો 70 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા પરંતુ બાદમાં આરોપીઓએ વધુ પૈસાની માંગણી કરતા સેજલે સમાજમાં બદનામીના ડરથી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. ત્યારે આ સમગ્ર મામલે રાંદેર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ વાતની જાણ સેજલની બેનને જોવાથી તેણે પોલિસને આ વાત જણાવી હતી.

નોંધનીય છે કે, રાંદેર પુરુષે આ કેસમાં હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અતુલ સોનારા તેમની ટીમ સાથે ઝારખંડ રાજ્યમાં પહોંચ્યા હતા, અને સ્થાનિક વેશ ધારણ કરીને ત્રણ દિવસ સુધી આરોપીઓની રેકી કરી હતી અને પછી ગુનામાં સંડોવાયેલા સૌરવ રાજ, રોશન સિંગ અને અભિષેક સિંગની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓના ઘરેથી પ્રિન્ટર, લેપટોપ, કીબોર્ડ સહિત 51,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હાલ તો પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.