CrimeIndia

12માં ધોરણમાં ભણતા છોકરાએ છોકરીઓના ફોટો એડિટ કરીને TIKTOK પર વિડીયો મુક્યો, પછી આવી રીતે ફસાયો

સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર આઝમગઢ પોલીસે મંગળવારે 18 વર્ષીય આરોપી પંકજ સાહનીની ધરપકડ કરી હતી. સાહનીએ પોલીસને જણાવ્યું હતું કે તે લગ્નમાં ભાગ લેતાં પીડિતાઓને મળ્યો હતો. તે દરમિયાન તેણે તેમની કેટલીક તસવીરો લીધી અને તસવીરો સાથે ચેડાં કર્યા પછી તેણે બનાવટી એકાઉન્ટ બનાવ્યું અને તેને ફેસબુક અને Tiktok પર પોસ્ટ કર્યું.

સાહનીની ધરપકડથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગોપનીયતા અને સુરક્ષાને કેટલી હદે ઉલ્લંઘન કરવામાં આવી શકે છે તે બહાર આવ્યું છે.આઝમગઢ પોલીસ અધિક્ષક ત્રિવેણીસિંહે કહ્યું, ‘અમે Tiktok ને નોટિસ મોકલી રહ્યા છીએ જેનો આ કેસમાં દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. ટિક્ટોક તેના પ્લેટફોર્મ પર ગુનાહિત કૃત્યની તપાસ કઈ રીતે કરે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ.

તેઓ કેવી રીતે ખાતરી કરે છે કે તેમના પ્લેટફોર્મ પર કોઈ વાંધાજનક અથવા અશ્લીલ સામગ્રી અપલોડ કરવામાં આવી નથી.પોલીસ અધિક્ષક ત્રિવેણી સિંહે વધુમાં કહ્યું કે, અમે TIKTOK ને સ્પષ્ટતા કરવા કહ્યું છે કે તમે આવા ગુનાહિત કૃત્યો પર કેવી એક્શન લો છો. આ સાથે ટિકટોક પર આઇટી એક્સ્ટ મુજબ ગુનો પણ દાખલ કરવાની વાત કરી હતી.

કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રાલયની સાયબર લો અને ઈ-સુરક્ષા વિંગે ભારત વિરોધી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી ચિંતાઓનો જવાબ આપવા માટે Tiktok એપના સંચાલકોને પહેલેથી જ કડક નોટિસ મોકલી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે