IndiaNews

યુવકે કંટાળીને ઝાડ પર લટકીને આત્મહત્યા કરી, પત્નીની આ આદતથી કંટાળી ગયો હતો

સોશિયલ મીડિયાનો ઉપયોગ જેમ જેમ લોકપ્રિય થઈ રહ્યો છે તેમ તેમ તેના કારણે પારિવારિક વિખવાદની સમસ્યા પણ ઉભી થઈ રહી છે. સોશિયલ મીડિયાના વ્યસનથી થતા નુકસાનનો તાજો કિસ્સો કર્ણાટકના ચામરાજનગરમાંથી સામે આવ્યો છે. અહીં, એક યુવકે તેની પત્નીના ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાના જુસ્સાને કારણે આત્મહત્યા કરી હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, યુવક કુલીનું કામ કરતો હતો અને તેની પત્નીને ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવી તેને પસંદ ન હતી.

34 વર્ષીય યુવકે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું હતું કે યુવકની પત્ની સતત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હતી અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવતી હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકને તેની પત્નીના સોશિયલ મીડિયાની લત સામે વાંધો હતો પરંતુ તેણે તેના પર ધ્યાન ન આપ્યું અને રીલ બનાવવાનું ચાલુ રાખ્યું.

આત્મહત્યાની આ સમગ્ર ઘટના અંગે પોલીસે જણાવ્યું છે કે, યુવકને રીલ બનાવવાની લતને કારણે તેની પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હતો. જ્યારે મામલો ગંભીર બની ગયો ત્યારે કુમારે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી આત્મહત્યા અંગે લખેલી કોઈ ચિઠ્ઠી મળી નથી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.