GujaratSouth GujaratSurat

સુરતના પાંડેસરામાં બાઈક ની અડફેટે આવતા બે બાળકોના પિતા નું કરૂણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આરોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક સુરત શહેરથી સામે આવ્યો છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક બાઈક સવાર દ્વારા યુવકને અડફેટે લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેના લીધે યુવકને ભારે ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. એવામાં બે બાળકોના પિતાનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

તમને જણાવી દઈએ કે, મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને પાંડેસરા વિસ્તારમાં વિજય પાલ ચૌધરી રહી રહ્યા હતા. એવામાં આજે તે જોબ પરથી ઘર તરફ જઈ રહ્યાં હતાં. તે સમયે કૈલાશ ચોકડી નજીક તેમનો અકસ્માત સર્જાયો હતો. તેમને બાઈક (GJ 05 HV 4338) દ્વારા ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે વિજય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત વિજયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

તેમ છતાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ વિજય નું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક વિજય ઘરમાં કમાવનાર એક જ રહેલો હતો. તે સાળા સાથે રહી રહ્યો હતો. જ્યારે બે બાળકો અને પત્ની વતનમાં રહી રહ્યા હતા. વિજયના સંતાનોમાં એક 10 વર્ષનું બાળક અને બીજું 7 વર્ષનું બાળક રહેલ છે. વિજયના મોતના લીધે પરિવારજનોમાં શોકમંય વાતાવરણ બની ગયું છે.