પંચમહાલના વાળીનાથમાં પતંગની દોરીથી ગળું કપાતા પાંચ વર્ષીય બાળકનું કરુણ મોત
રાજ્યભરમાં આજે ઉત્તરાયણની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં ઉત્તરાયણની દોરી અમુક લોકો માટે સજા રૂપ બનતી હોય છે. કેમકે આવા જ એક સમાચાર પંચમહાલના વાળીનાથ ગામ પાસેથી સામે આવ્યા છે. જેમાં પતંગ દોરીએ એક માસૂમ બાળકનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા બોરડી ગામના પાંચ વર્ષના બાળકનું પતંગની દોરીથી ગળું કપાઈ જવાના લીધે મૃત્યુ નીપજ્યું છે. બાળકની વાત કરીએ તો તે તેના પિતા સાથે મામાને ઘરે મહીસાગર ગયેલો હતો. ત્યાંથી તે પિતા સાથે મોટરસાઈકલ ઉપર પરત આવી રહ્યો હતો તે સમયે વાળીનાથ ખારોલ ગામ નજીક પતંગની દોરી બાળકના ગળામાં ભરાઈ જવાના લીધે તેનું ગળું કપાઈ ગયું હતું.
તમને જણાવી દઈએ કે, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામનો પાંચ વર્ષીય બાળક માછી તેના પિતા સાથે થોડા દિવસ અગાઉ મહીસાગર જિલ્લામાં તેના મામાના ઘરે ગયેલો હતો. જ્યાંથી આજે પિતા સાથે મોટરસાઈકલ ઉપર પરત ફરતા સમયે વાળીનાથ ખારોલ ગામ નજીક પતંગની દોરી બાળકના ગળામાં આવી જતા માસૂમનું ગળું કપાઈ ગયું હતું. બાળકને ત્યાર બાદ તાત્કાલિક કોઠંબા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ બાળકને સારવાર મળે તે પહેલા જ તેનો જીવ ચાલ્યો ગયો હતો. તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. હાલમાં બાળકના મૃતદેહને શહેરાના બોરડી ગામે તેના વતન લવાયો છે.