AhmedabadGujarat

અમદાવાદમાં એએમટીએસની ટક્કરથી સાત વર્ષના બાળકનું કરુણ મોત

રાજ્ય સહિત સમગ્રદેશમાં દરરોજ રોડઅકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોનીબેદરકારીને કારણે અકસ્માત નામોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટાવધારો નોંધાઈ રહ્યોછે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતારહે છે. ત્યારેવધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.

અમદાવાદમાં પ્રેમ દરવાજા પાસે એએમટીએસ બસની અડફેટે સાત વર્ષના બાળકને અડફેટે લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે બાળક રોડ પટકાતા તેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બાળકના મૃત્યુથી પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

તમને જણાવી દઈએ કે, દરિયાપુરમાં અરબ બિલ્ડીંગમાં રહેનાર સહેજાદ બેગ મિર્જા કાલુપુરમાં ફ્રૂટનો ધંધો કરે છે. તેને હાલમાં પરિવારમાં પત્ની અને બે પુત્રી રહેલી છે. જ્યારે 7 વર્ષનો પુત્ર સાહીદ મંગળવારના ઘરેથી નીકળીને સાયકલ લઇને પ્રેમ દરવાજા પાસેથી જઈ રહ્યો હતો. તે સમયે સાહીદને એએમટીએસ બસ દ્વારા અડફેટે લેવામાં આવતા તે રોડ પટકાયો હતો. તેના લીધે સાહીદ લોહીલુહાણ થઈ ગયો અને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

આ મામલામાં સાહીદની માતા મિસ્બા બેગને જાણ થતા તેમના દ્વારા પતિને જાણ કરવામાં આવતા તમામ લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા. તે દરમિયાન સાહીદને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હોવાના લીધે ટૂંકી સારવાર બાદ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલામાં એફ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા એએમટીએસ બસના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.