હિંમતનગરમાં ચાલુ પંખા સાથે છત પડતા માતા-પુત્રીના કરૂણ મોત
હિંમતનગરની એક દુઃખદ ઘટના સામે આવી છે. હિંમતનગરમાં રાત્રીના સૂતા સમયે માતા-પુત્રી પર ચાલુ પંખો અચાનક પડતા માતા-પુત્રીને શરીરના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ બંને ને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબ દ્વારા બંને ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ મામલામાં સ્થાનિક લોકો દ્વારા બી ડિવિઝન પોલીસ ને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સિવિલમાં પહોંચી આ મામલામાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઘટનાસ્થળ પર પહોંચી FSL અધિકારી સાથે પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
તમને જણાવી દઈએ કે, હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ માં આવેલ સર્વોદય સોસાયટીમાં માતા મુમતાઝ બાનુ અને દીકરી બુસરાબીબી અને પુત્ર મતીન ત્રણ લોકો વસવાટ કરે છે. સોમવાર રાત્રીના મુમતાઝ બાનુ અને તેમની પુત્રી બુસરાબીબી પંખો ચાલુ કરીને ઘરમાં આરામ કરી રહ્યાં હતાં. તે સમયે રાત્રી ના 11 વાગ્યાના સમયે અચાનક ચાલુ પંખો છત સાથે માતા-પુત્રી પર પડતા દુર્ઘટના સર્જાઈ હતી. ત્યાર બાદ સ્થાનિક લોકો અને સંબંધીઓ તેમના ઘરે દોડી આવ્યા હતા. તાત્કાલિક ઈજાગ્રસ્ત માતા-દીકરીને કાટમાળ થી કાઢી ને 108 મારફતે સારવાર માટે ફાતેમા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેના પછી તેમને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબ દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સિવિલ દ્વારા હિંમતનગર બી-ડિવિઝન પોલીસ ને આ મામલામાં જાણ કરવામાં આવી હતી.
હિંમતનગર બી-ડિવિઝન પોલીસ દ્વારા આ મામલામાં તપાસ કરી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજ સવારના સિવિલ હોસ્પિટલમાં બંનેના મૃતદેહોને પીએમ કરવામાં આવ્યું અને બી-ડિવિઝનના PSI સ્ટાફ સાથે FSL અધિકારી ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને આ મામલામાં વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
જાણકારી મુજબ, મુમતાઝ બાનુ ગુલામનબી મામુ અને તેમની પુત્રી બુસરાબીબી ગુલામનબી મામુ ઘરમાં રાત્રિના સમયે સુતા હતા. તે સમયે ઘરમાં ઘટના બનતા બંનેનાં કરુણ મોત નીપજયા હતા. ઘટના બાદ તપાસમાં છતના સળિયા કાટ ખાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. એવામાં પંખો માતા-પુત્રી પડતા બંનેના કરુણ મોત નીપજયા હતા. આ મામલામાં હિંમતનગર બી-ડિવિઝન પોલીસ દ્વારા મૃતક મુમતાઝ બાનુના ભાઈ જાકીર હુસેન મોહમદ સફી સાબુગર ની જાણ આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.