વાપીમાં સ્કૂલ બસે બાઈકને અડફટે લેતા બે ભાઈઓના કરૂણ મોત, પરિવારજનોમાં શોકનું મોંજુ છવાયું
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત વલસાડ જિલ્લાના વાપીથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડ જિલ્લાના વાપીમાં બાઇક અને સ્કૂલ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ બસ ચાલક દ્વારા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈકસવાર બને ભાઈઓને આડફેટે લેવામાં આવ્યા હતા. જેમાં બને સગા ભાઈઓના કરૂણ મોત નીપજ્યા હોવાની જાણકારી સામે આવી છે.
તમને જણાવી દઈએ કે, વાપીના બલીઠા ગામમાં રહેનાર વિશાલ રણછોડભાઈ ભરવાડ નામનો 16 વર્ષનો તરુણ અને તેનો ભાઈ જય રણછોડભાઈ ભરવાડ નામના છ વર્ષનો બાળક બંને બજાજ બાઈક લઈને બજાર જવા માટે નીકળ્યા હતા. એવામાં આ બંને ભાઈઓ બાઈકને લઈને બલીઠા દાડીવાડ રોડ પાસે પહોંચ્યા હતા તે સમયે સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલની બસના ચાલક દ્વારા બાઈકને અડફેટમાં લેવામાં આવ્યું હતું. જેમાં પાછળના ટાયરમાં આવી જતા બન્ને ભાઈઓના કરૂણ મોત નિપજયા હતા. તેના લીધે પરિવારજનો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એક જ પરિવારના બે ભાઈઓના મોતને લીધે સમગ્ર પંથકમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.
અકસ્માત સર્જાતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહ પર કબજો મેળવી પીએમ અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ દ્વારા બસ ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.