SaurashtraGujaratRajkot

દુઃખદ ઘટના : રાજકોટમાં 17 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી કરુણ મોત

આજકાલ દેશ અને દુનિયામાં હાર્ટ એટેકના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અગાઉ મોટાભાગે આધેડ વયના લોકો આ રોગથી પીડાતા હતા. પરંતુ હવે હાર્ટ એટેક ના કિસ્સા એટલા સામાન્ય થઈ ગયા છે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. એવામાં આજે આવા જ સમાચાર રાજકોટથી આવ્યા છે. રાજકોટમાં 17 વર્ષીય હર્ષિલ ગોરી નું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવી છે. તેના લીધે તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

જાણકારી મુજબ, રાજકોટના સંતકબીર રોડ પર ગોકુલનગરમાં રહેનાર અને ધોરણ-11 માં અભ્યાસ કરનાર હર્ષિલ ગોરી નામનો યુવાન ગઈકાલ રાત્રિ ના 10 વાગ્યાના સમયગાળામાં નવાગામ ખાતે પોતાના કાકાના ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે ગયેલ હતો. એવામાં તે ઓફિસ બહાર ઓટા ઉપર ઉભા ઉભા પાણી પી રહ્યો હતો તે સમયે અચાનક ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. તેમ છતાં સારવાર મળે તે યુવાન નું મૃત્યુ નીપજ્યું હતું. તેના પીધે પરિવારજનોમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

જ્યારે આ મામલામાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, હર્ષિલ ગોરી પરિવારનો એકનો એક પુત્ર રહેલ હતો. જ્યારે તેને વેક્સીન પણ લીધેલ નહોતી. એવામાં તે એકાએક ઢળી પડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ મોત નિપજતા મોત નું સાચું કારણ જાણવા હોસ્પિટલ ચોકી ના સ્ટાફ દ્વારા સ્થાનિક પોલીસને આ ઘટનાને લઈને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી આ મામલામાં જરૂરી કાર્યવાહી શરુ કરી હતી. જેમાં પ્રાથમિક તારણ હાર્ટ-એટેકથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.

તેની સાથે તમને જણાવી દઈએ કે, જો કોઈને હાર્ટ એટેક આવે તો તે દર્દીને તાત્કાલિક CPR આપવું જોઈએ. આ ટ્રિકનો ઉપયોગ કરીને દર્દીની જિંદગી ઘણી હદ સુધી બચાવી શકાય છે. CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન. આ પણ એક પ્રકારની પ્રાથમિક સારવાર એટલે કે પ્રાથમિક સારવાર છે. જ્યારે પીડિતને શ્વાસ લેવાનું બંધ થઈ ગયું હોય અથવા હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરીને તેનો જીવ બચાવી શકાય છે.તેના દ્વારા દર્દી માં લોહી અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થાય છે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ, જ્યારે પણ કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે, ત્યારે તેને જમીન પર સીધો સુવડાવો અને પછી ઘૂંટણ પર તેની પાસે બેસો. આ પછી બંને હાથની હથેળીઓને એકસાથે જોડો અને પીડિત ની છાતીને જોરથી દબાવવાનું શરૂ કરો. લગભગ 100-120/મિનિટના દરે છાતી ને દબાવીને રક્ત અને ઓક્સિજનનો પુરવઠો ફરી શરૂ થવાની સંભાવના છે.

CPR આપવાથી દર્દીનું જીવન બચે છે પરંતુ જોખમ રહે છે. તેથી, સીપીઆર પછી તરત જ, દર્દીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરો. જેથી એન્જીયોગ્રાફી કરી વધુ સારવાર શરૂ કરી શકાય. ઘણી વખત દર્દીની નસો બ્લોક થઈ જાય છે, તેવા કિસ્સામાં તાત્કાલિક સર્જરીની જરૂર પડે છે.