કરૂણ ઘટના : ઉત્તરાખંડ અકસ્માતમાં ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ઉત્તરાખંડમાં ગઈ કાલના સર્જાયેલ અકસ્માતમાં ભાવનગરના સાત લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ૧૯ મુસાફરોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. આ સિવાય ૨૭ લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં સામે આવ્યું છે કે, આ અકસ્માત ગંગોત્રી નેશનલ હાઈવે પર સર્જાયો હતો. આ બસમાં 35 લોકો સવાર રહેલા હતા. જેમાં 27 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુજરાતીઓને નડેલા બસ અકસ્માતમાં સવાર 31 યાત્રાળુઓ ભાવનગરના હતા. જ્યારે બસમાં સવાર 3 યાત્રાળુઓ સુરતના રહેલા હતા. આ તમામ યાત્રાળુઓ 15 ઓગસ્ટના રોજ ભાવનગરથી યાત્રા માટે નીકળેલા હતા. 16 ઓગસ્ટના રોજ દિલ્લીથી આ યાત્રાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આજે ગંગોત્રી નેશનલ હાઈવે પર બપોરના સમયે ડ્રાઈવરની ભૂલના લીધે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત ગુજરાતીઓના મોત નીપજ્યા હતા.
તેની સાથે અકસ્માત સર્જાતા જ SDRF ની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેમના ૨૭ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા હતા. ઉત્તરકાશીના ડીએમ અને એસપીએ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, બસ નંબર UK07PA-8585 100 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
જ્યારે હવે આ ઘટનામાં એક કરૂણ ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોમાં સૌથી નાની ઉંમરનો કરણજીત ભાટી પણ રહેલ હતો. 29 વર્ષીય કરણજીત ભાટીનું બસ અકસ્માતમાં મૃત્યુ થતાં ત્રણ બાળકને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર કરણજીત ભાટી બે પુત્રી અને એક પુત્રના પિતા હતા. કરણજીત ભાટીના નિધનથી પરિવારમાં શોક મોંજુ ફરી વળ્યું છે. પતિનું અકસ્માતમાં મોત થતાં પત્ની આઘાતમાં આવી ગઈ છે. હાલમાં પરિવારજનો મૃતદેહ લેવા માટે દેહરાદુન પહોંચ્યા છે.