SaurashtraGujarat

કરૂણ ઘટના : પાનમ ડેમની કેનાલમાં ત્રણ મુસ્લિમ યુવકો ડૂબતા મોત

ઈદના દિવસેની એક કરૂણ ઘટના સામે આવી છે. પાનમ કેનાલમાં ડૂબી જવાના લીધે ત્રણ મુસ્લિમ યુવાનોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, પાનમ ડેમમાં કોઠંબા ગામના બુરહાન હાઝી, નિહલ પટેલ અને ફરહાદ પટેલ નામના યુવાનોના ડૂબી જવાના લીધે મૃત્યુ નીપજ્યા છે. ઈદની મજા માણવા પાનમ ડેમ ખાતે ફરવા ગયેલા બે સગા ભાઈ અને અન્ય એક યુવક મળીને ત્રણના ડૂબી જવાના લીધે મોત નીપજ્યા છે. ત્રણેય યુવાનોના મૃતદેહ પાનમ ડેમમાંથી મળી આવ્યા છે. જ્યારે ત્રણે યુવકોના મૃતદેહને પીએમ અર્થે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એવામાં યુવાન પુત્રોના મોતના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

તમને જણાવી દઈએ કે, મહીસાગર જિલ્લાના કોઠંબાના આ યુવાનો રહેલા હતા. પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં વધુ કાર્યવાહી શરુ કરી હતી. શહેરા તાલુકાના ડેઝર મંદિરની નજીક આવેલી કેનાલમાં ત્રણ યુવાનો ડૂબ્યા હોવાની જાણકારી મળી હતી. ત્યાર બાદ ત્રણેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવા માટે પાનમ વિભાગ દ્વારા પાણી બંધ કરાયું હતું.

જાણકારી મુજબ, મહીસાગર જિલ્લાના કોઠંબા ગામના રહેવાસી બે સગા ભાઈ અને એક મિત્ર તહેવારની ઉજવણીમાં માટે પાનમ ડેમ ખાતે ફરવા માટે ગયેલા હતા. તે દરમિયાન ત્રણેય યુવકો ડેમના પાણીમાં ડૂબી જવાબા લીધે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાને લઈને વધુમાં જાણકારી સામે આવી છે કે, આ ત્રણેય યુવાનો ચા અને નાસ્તો લઇને ત્યાં પહોંચ્યા હતા. તે સમયે એક મિત્ર ડૂબતા બચાવા જતા બીજો પણ ડૂબવા લાગ્યો ત્યાર બાદ ત્રીજો બંને ડૂબતા યુવાનોને બચાવા માટે પડ્યો હોવાની જાણકારી સામે આવી છે. ત્યાર બાદ ત્રણેય યુવાનો કેનાલના ઉડા પાણીમાં ડૂબી ગયા હતા. તેના પછી શહેરા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી કેનાલમાંથી બહાર કાઢવામાં આવેલા ત્રણ યુવાનોના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. એવામાં યુવાનોના મોતના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.