અમદાવાદના નારોલ વિસ્તારથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક યુવતી પર તેની પ્રેમી સહિત ત્રણ લોકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ દ્વારા યુવતીને અલગ-અલગ જગ્યાએ લઈને જઈને દુષ્કર્મ આચર્યું હતું. તેમાં પણ જાણકારી સામે આવી છે કે, યુવતીને હોસ્પિટલ લઇ જવાના બહાને હોટલમાં લઈને જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં નારોલ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નારોલ પોલીસ દ્વારા આ ગુનામાં છોટુરામ ઈસરાર શા, મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલના નામના આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પકડવામાં આવેલ આરોપીઓમાં છોટુરામ શા દ્વારા 20 વર્ષે યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી. યુવતીના જ ઘરમાં ચોરીને અંજામ આપી તેનું અપહરણ કરી અલગ અલગ જગ્યા પર દુષ્કર્મ આચર્યું હતું. તેની સાથે તેના મિત્ર મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલ દ્વ્રારા દુષ્કર્મ આચરતા પોલીસ સ્ટેશનમાં આ મામલો પહોંચ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા ગુનો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે.
જ્યારે દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપી દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેને ધાનેરા લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આ વાત કોઈને ન કરવાનું ધમકી આપી હતી અને યુવતીને અમદાવાદમાં લાવી અલગ-અલગ જગ્યાએ લઈને જઈને પ્રેમી છોટુરામ અને તેના બે મિત્રો દ્વારા અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
તેની સાથે નવ દિવસ સુધી યુવતી સાથે દુષ્કર્મ આચરી યુવતીને સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવાના બહાને હોટલમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. દુષ્કર્મના ગુનામના પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરી આ મામલામાં વધુ તપાસ શરુ કરી છે.