GujaratSaurashtra

બાલાસિનોર ફગવા જકાતનાકા પાસે સર્જાયો ત્રિપલ અકસ્માત, બે લોકોના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત બાલાસિનોર – વીરપુર પાસે થયો છે.

જાણકારી મુજબ, બાલાસિનોર – વીરપુર રોડ પર આવેલા ફગવા જકાતનાકા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા અને એક પુરુષના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાઇક સવારને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણકારી મળતા બાલાસિનોર ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, બાલાસિનોર વીરપુર રોડ પર આવેલા ફાગવા જકાતનાકા નજીક ઇઓન ગાડી અને એક્ટિવા વચ્ચે ગઈ કાલ સાંજના અકસ્માત સર્જાયો હતો. જેમાં રસ્તા પર જતી અન્ય મોટર સાઇકલ પણ આ અકસ્માતની ઝપેટમાં આવી ગઈ હતી. જેમા ઘટનાસ્થળે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલ તુલસીબેન અને યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ દ્વારા તેમ છતાં જણાવવામાં આવ્યું છે કે, મૃતક યુવકની ઓળખ હાલ થઈ નથી. જ્યારે અકસ્માત સર્જતા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા.

સ્થાનિક લોકો દ્વારા અન્ય મોટરસાયકલ સવારને ઈજાઓ પહોંચતાં નજીક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જ્યારે ઈઓન કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા સવાર તુલસીબેન ફંગોળાઈને મોટરસાયકલ પર જઈને પડતા મોટરસાયકલ સવાર નીચે પડી જતા તેને પગના ભાગમાં ઈજા પહોંચી હતી. જ્યારે ઇઓન કાર ચલાવનાર બાલાસિનોર સ્થિત હુંડાઇ કાર શો રૂમનો મેનેજર રાજેશ પટેલ હોવાની જાણકારી સામે આવી છે. બાલાસિનોર ટાઉન પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પોહચી બંને મૃતદેહોને પી એમ અર્થે બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે.