BjpCongressElectionIndiaPolitics

ઉદ્ધવ ઠાકરે સરકારે 169 મતથી બહુમત સાબિત કર્યું, ભાજપને રેલો આવતા 105 MLAએ વિધાનસભામાંથી ચાલતી પકડી

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમત સાબિત કરવાનું હતું તેમાં કાઉન્ટીંગમાં 169 સભ્યોએ ઉદ્ધવ સરકાર માટે મત આપીને બહુમત સાબિત કરી દીધું હતું. ભાજપે વિધાનસભામાંથી ચાલતી પકડી હતી એટલે વિરોધમાં એકેય મત પડ્યો ન હતો. રાજ ઠાકરેની મનસેના ધારાસભ્ય તટસ્થ રહ્યા હતા.એનસીપીના દિલીપ પાટિલની વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવતા ફડનવીસે વિરોધ કર્યો હતો અને ભાજપના બધા જ ધારાસભ્યોએ વિધાનસભામાંથી ચાલતી પકડી હતી.

સ્પીકરે કહ્યું કે વિધાનસભા સ્થગિત કરવા માટે રાજ્યપાલને ઓર્ડર આપવો પડે જે ઓર્ડર નહોતો આપાયો. પ્રોટેમ સ્પીકર દિલીપ પાટીલે રાજ્યપાલનો ઓર્ડર વિધાનસભાને સંભળાવ્યો હતો. પ્રોટેમ સ્પીકરે કહ્યું કે આ સત્ર સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે થયું છે. અશોક ચૌહાણે ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે વિશ્વાસમત રજૂ કર્યો હતો.

સૂત્રો દ્વારા માહિતી મુજબ કોંગ્રેસ પણ હવે ડેપ્યુટી સીએમ પદ માંગે છે.મહારાષ્ટ્રના ઈતિહાસમાં કોઈ પણ ફ્લોર ટેસ્ટ ફેલ થયો નથી.ભાજપે સરકાર બનાવ્યા બાદ શિવસેના એનસીપી અને કોંગ્રેસે સુપ્રીમના દ્વાર ખખડાવ્યા હતા બાદમાં ભાજપ બહુમત ન હોવાના ડરથી ફડનવીસે રાજીનામુ આપી દીધું હતું. ફડણવીસના રાજીનામાં બાદ શીવસેનાં ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદના શપથ લીધા હતા અને આજે વિધાનસભામાં બહુમત પણ સાબિત કરી લીધું છે.