Astrology

ટીવી અને ફ્રીજને વાસ્તુશાસ્ત્રની ટીપ્સ અનુસાર રાખવાથી ઘરમાં આવશે સુખ અને શાંતિ

વાસ્તુશાસ્ત્ર આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. જો કોઈ ઘરમાં વાસ્તુદોષ હોય તો ત્યાં અશાંતિ અને દરિદ્રતા વાત કરે છે. કહેવામાં આવે છે કે, ઘરમાં રાખેલી દરેક વસ્તુ યોગ્ય દિશામાં અને દશામાં હોવી જોઈએ. જો એવું ન હોય તો વાસ્તુદોષનું કારણ બને છે. આજે આપણે વાત કરીશું ઘરમાં રાખેલા ટીવી, ફ્રીજ અને સોફાની જે દરેક વ્યક્તિના ઘરમાં ચોક્કસપણે હોય છે, પરંતુ લોકો તેને યોગ્ય દિશામાં રાખતા નથી. જેના કારણે વાસ્તુદોષ લાગે છે, તો ટીવી, ફ્રીજ અને સોફા કઈ દિશામાં રાખવા જોઈએ. એના વિશે જાણીએ.

સોફાને ડ્રોઈંગ રૂમમાં જ રાખવામાં આવે છે, તમને જણાવી દઈએ કે સોફા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જે લોકો આ દિશામાં સોફા ને રાખે છે, તેમના ઘરમાં દરિદ્રતા ક્યારેય આવતી નથી અને પોઝિટિવ એનર્જી રહે છે.

ટીવી સાથે જોડાયેલી વાસ્તુશાસ્ત્રની આ ટિપ્સ ફોલો કરશો તો, તમારું ભાગ્ય ચમકી ઉઠશે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની પૂર્વ દિશામાં ટીવી હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ પૂર્વ દિશા તરફ મોઢું રાખીને ટીવી જોવાથી ઘરમાં પોઝિટિવ વાઈબ્સ આવે છે, અને સુખ શાંતિ રહે છે.

ફ્રીજ પણ દરેક ઘરમાં હોય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફ્રીજ પશ્ચિમ દિશામાં રાખવુ જોઈએ. ધ્યાનમાં રાખવું કે ફ્રિજને ક્યારેય પણ ગેટની સામે રાખવુ જોઈએ નહીં. ઘણા લોકો ફ્રિજની ઉપર માઇક્રોવેવ મૂકતા હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે, ક્યારેય પણ ફ્રીજની ઉપર એવી વસ્તુ રાખવી જોઈએ નહીં. જો તમારા ઘરમાં બધી વસ્તુઓ વાસ્તુ પ્રમાણે હશે તો એનાથી ઘરના સદસ્યોને ખુબ ફાયદો થશે.