સુરતમાં બે પિતરાઈ બહેનોએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત, કારણ જાણીને થઈ જશો ચકિત..
રાજ્યમાં છેલ્લા થોડા સમયમાં સ્પાની આડમાં દેહ વિક્રયનો ધંધો સતત વધ્યો છે. આવા જ સ્પાની આડમાં ચાલતા દેહ વિક્રયના ધંધાનો સુરતમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ બાબતમાં સુરતના અલથાણ અને વેસુ વિસ્તારમાં સ્પામાં દરોડા પાડી સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વિક્રેયના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. વેસુ વિસ્તારની હોટેલ એમ્બેઝમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેની સાથે દરોડા દરમ્યાન સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની જાણકારી સામે આવી હતી. .
તમને જણાવી દઈએ કે, સુરતના DCP ઝોન-4 દ્વારા સ્પામાં રેડ પાડવામાં આવી હતી. તે દરમિયાન 7 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે સાત જેટલી થાઇલેન્ડની યુવતીઓને દેહ વિક્રયના વ્યવસાયમાંથી મુક્ત કરાઈ હતી. આ દરમિયાન સ્પા સંચાલક ચંચલ રાજપૂત ફરાર થવા સફળ રહ્યો હતો. પોલીસ દ્વારા સ્પા સંચાલક સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. તેની સાથે જે થાઇલેન્ડની યુવતીઓ સ્પા પરથી મળી આવી છે તેમના પાસપોર્ટ અને વિઝા સંબંધિત તપાસ હાલ કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, રાજ્યમાં સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધા ડામી દેવા ગુજરાત પોલીસ એકશનમાં મોડ આવેલ છે. થોડા મહિનાઓ પહેલા રાજ્યભરમાં સ્પામાં પોલીસ દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવ્યું હતું. સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરો સિવાય ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી..