Gandhinagar

ગાંધીનગરના લિહોડા ગામમાં દેશી દારૂ પીતા બેના મોત, સાત સારવાર હેઠળ

ગાંધીનગરના લિહોડા ગામમાં દેશીદારૂનો કહેર જોવા મળ્યો છે. લિહોડા ગામમાં દેશી દારૂના લીધે બે લોકો મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય સારવાર હેઠળ રહેલા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલાની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, ઉત્તરાયણના દિવસે ગાંધીનગરના લિહોડામાં દેશી દારૂ પીવાના લીધે બે લોકોના મોત થયા છે. જ્યારે દેશી દારુના સાત લોકો અસરગ્રસ્ત થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમાં પણ જાણકારી સામે આવી છે કે, સારવાર હેઠળ રહેલા લોકોમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર રહેલ છે.

આ મામલામાં રખિયાલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલામાં દારુ ક્યાંથી આવ્યો તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કાનાજી ઉમેદજી ઝાલા અને વિક્રમસિંહ રગતસિંહ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે કાલાજી ઠાકોર, ચેહરજી ઝાલા, મગરસિંહ ઝાલા, વિનોદ ઠાકોર, વિક્રમ પ્રતાપસિંહ, બળવત સિંહ ઝાલા અને રાજુ સિંહ ઝાલા સારવાર હેઠળ રહેલા છે.