GujaratPorbandarSaurashtra

દરિયામાંથી મળેલા કેરબામાંથી કેમિકલ પી જતા બે માછીમારોના મોત, પાંચથી છ સારવાર હેઠળ

રાજ્યમાં વધુ એક વખત ઝેરી કેમિકલ પીવાનો મામલો સામે આવ્યો છે. પોરબંદરમાં ઝેરી કેમિકલ પીવાના લીધે બે માછીમારના મોત નીપજ્યા છે જ્યારે સાતથી વધુ લોકો સારવાર હેઠળ રહેલા છે. સમુદ્રમાં માછીમારી દરમિયાન કેમિકલ ભરેલો કેરબો મળી આવ્યો હતો. જેમાંથી આઠથી દસ લોકો દ્વારા કેમિકલ પીધો હોવાની જાણકારી સામે આવી છે.

તેની સાથે ઝેરી કેમિકલ ના કેરબામાંથી સાત થી વધુ માછીમારો દ્વારા કેમિકલ પી લેતા તમામની હાલત ગંભીર થઈ ગઈ છે. ઝેરી કેમિકલ પી લેતા આ લોકોને પેટમાં દુખાવો શરુ થઈ ગયો હતો. ત્યાર બાદ હોસ્પિટલમાં જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. એવામાં હવે આ ઝેરી કેમિકલ ક્યાંથી આવ્યો તે મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર મામલામાં તપાસનો દોર શરુ કરતા સુભાષનગરના લોકોની પૂછપરછ શરુ કરવામાં આવી છે. કેમિકલની તપાસ માટે FSL માં મોકલી દેવામાં આવ્યું છે. તેમ છતાં FSL નો રિપોર્ટ આવ્ચા બાદ આ મામલાની યોગ્ય જાણકારી સામે આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ ઝેરી કેમિકલ પી લેતા રવી ભીમજી કિશોર, કિશોર લાલજી ચામડિયા, વિજેશ ચીના પવનીયા, જયેશ હરજી ચામડીયા. મુકેશ હીરા જેબર, ભીખુ છગન ચૌહાણ અને વિજય હરજી સલેટને સારવાર માટે નજીક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.