સાપુતારા ફરવા માટે નીકળેલા બે મિત્રોના મોત, બાઈક ટ્રક સાથે ટકરાતા સર્જાયો અકસ્માત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સાપુતારાથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, નવસારીના ધારાગીરી ગામના યુવાનો ગ્રુપ સાથે બાઈક લઈને સાપુતારા ફરવા માટે નીકળેલા હતા. એવામાં બે યુવકોનો ચીખલીના વાંદરા ગામે પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવકનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ચીખલીના વાંઝણા ગામ નજીક બાઈક સ્લીપ થયા બાદ સામેથી આવી રહેલા ટ્રક સાથે ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળ પર અને અન્યનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. બેમાંથી એક યુવક તેના પરિવારનો એકનો એક પુત્ર હોવાની જાણકારી સામે આવી છે.
જાણકારી અનુસાર, વરસાદી માહોલ બાદ સાપુતારામાં ફરવા માટે અનેક યુવાનો નીકળ્યા છે. એવામાં આજે વહેલી સવારના ધારાગીરી ગામના મુસ્લિમ ફળિયામાં રહેનાર 10 યુવાનોના ગ્રુપ દ્વારા સાપુતારા ફરવા જવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેમાં 22 વર્ષીય ફેઝલખાન સલીમ પઠાણ અને 23 વર્ષીય અમાંન ઈમ્તિયાઝ શેખ પણ રહેલા હતા. એવામાં આ બંને એક બાઈક પર સાપુતારા જવા માટે નીકળ્યા હતા. એવામાં રસ્તામાં ચીખલી તાલુકાના ટાંકલ થી રાનકુવા જતા વાંઝણા ગામની નહેર પાસેથી પસાર થતા બાઈક સ્લીપ ખાતા બંને યુવક નીચે પટકાયા હતા. તે દરમિયાન સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાતા ફેઝલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકની પાછળ બેઠેલા અમન ઈમ્તિયા શેખને ડાબા પગમાં ફેક્ચર થયું હતું અને તેનું પણ સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે આ અકસ્માતમાં અમન ઈમ્તિયાઝ શેખ પરિવારનો એકનો એક દીકરો રહેલ હતો. તેના મૃત્યુથી પરિવારમા શોકનું મોંજુ છવાઈ ગયું છે. ચીખલી પોલીસ દ્વારા આ મામલામાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.