IndiaBollywood

શાહરૂખ ખાનની સુરક્ષામાં મોટી ચૂક: બંગલો મન્નતમાં બે અજાણ્યા શખ્સો ઘૂસી ગયા

શાહરૂખ ખાનના બંગલા મન્નતમાં ઘુસણખોરી કરવાના આરોપમાં મુંબઈ પોલીસે બે લોકોની પૂછપરછ કરી છે. આ ઘટના ગુરુવારની કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે બે છોકરાઓ બહારની દીવાલ કૂદીને મન્નતમાં પ્રવેશ્યા હતા. જો કે ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તેમને પકડીને પોલીસને હવાલે કર્યા હતા.

બંને છોકરાઓની ઉંમર 20 અને 22 વર્ષની હોવાનું કહેવાય છે. પોલીસ પૂછપરછમાં બંનેએ જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના રહેવાસી છે અને તેઓ શાહરૂખ ખાનને મળવાની ઈચ્છા સાથે મન્નતની અંદર પ્રવેશ્યા હતા.પોલીસે બંને છોકરાઓ સામે ગુનો નોંધ્યો છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

બાંદ્રા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સવારે 4 વાગ્યે બની હતી. તેમણે કહ્યું કે “મન્નતના સિક્યોરિટી ગાર્ડ્સે બંનેને જોયા, તેમની ઉંમર 20 વર્ષની આસપાસ છે. ગાર્ડે બંનેની પૂછપરછ કરી અને થોડી ચર્ચા પછી સુરક્ષા ટીમે અમને જાણ કરી. અમે એક ટીમ સાથે ગયા અને બંનેને પકડીને લઈ ગયા.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “એવું લાગે છે કે બંને છોકરાઓ શાહરૂખ ખાનના ચાહક છે અને તેની નજીકની ઝલક જોવા માંગતા હતા. અત્યાર સુધીની તપાસમાં વધુ કોઈ ખોટો ઈરાદો જોવા મળ્યો નથી. અમે તેમના પરિવારને સંપર્ક કર્યો છે. તેઓનો કોઈ ગુનાહિત રેકોર્ડ છે કે કેમ તે ગુજરાત પોલીસ સાથે પણ તપાસ કરશે.