South GujaratGujaratSurat

મોટા સમાચાર : ઉત્તરાયણના પર્વને લઈ સુરતના ફ્લાયઓવર બ્રિજ પર બે દિવસ ટુ-વ્હિલર ચલાવવા પર પ્રતિબંધ

ઉત્તરાયણનો તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ લોકોમાં તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં ઉત્તરાયણના તહેવાર પર અકસ્માતની ઘટનાઓ સર્જાતી જોવા મળે છે. એવામાં આ અકસ્માત નિવારવા માટે સુરત પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. સુરતના ફ્લાય ઓવરબ્રીજ પર ટુ વ્હીલરને નો એન્ટ્રીનો નિર્ણય બે દિવસ માટે લેવામાં આવ્યો છે. આ નિર્ણય અકસ્માતની ઘટના ન બને તે કારણોસર નિર્ણય લેવાયો છે.

તમને જણાવી દઈએ કે, સુરત પોલીસ કમિશનર દ્વારા ઉત્તારયણ પૂર્વમાં થતા અકસ્માતને નિવારવા માટે  જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. પતંગની દોરીના લીધે અકસ્માત રોકવાનો આ એક પ્રયત્ન કરવામાં આવેલ છે. ઉત્તરાયણના દિવસોમાં પતંગો ઉડતા હોય છે અને તેની દોરીના લીધે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. તેના લીધે સુરતમાં 14 અને 15 જાન્યુઆરીએ ફ્લાયઓવર બ્રિજ પર જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મુકવામાં આવ્યો છે.

આ સાથે વધુ જાણકારી મુજબ, તાપી નદીના ઓવરબ્રિજ સિવાયના તમામ ઓવરબ્રિજ પર ટુ વ્હીલરના વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ સાથે સેફટી ગાર્ડ લગાવેલા ટુવ્હીલર પર પ્રતિબંધ રહેશે નહીં. તેમ છતાં જો આ જાહેરનામાનો કોઈ દ્વારા ભંગ કરવામાં આવશે તો પોલીસ દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

જ્યારે લોકોની સલામતી અને સુરક્ષાને લઈને આ જાહેરનામું બહાર પડાયું છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણવામાં આવશે. પતંગના દોરાના લીધે અનેક અકસ્માતો સર્જાતા હોય છે. તે અકસ્માતો નિવારવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.