GujaratNorth Gujarat

પાલનપુરમાં બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત

પાલનપુરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં બે યુવકો નદીમાં ડૂબી જવાના લીધે મોત ભેટયા હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, પાલનપુર નજીક આવેલ બાલારામ નદીમાં બે યુવકોનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. બાલારામ મંદિર પાસે પસાર થતી બાલારામ નદીમાં બે યુવકો ન્હાવા માટે પડ્યા હતા. એવામાં બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જગા બંને યુવકો ડૂબી ગયા હતા. તેના લીધે બનેના મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણકરી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર ફોન્હી આવી હતી.

તમને જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ બાલારામ મંદિર પાસેથી બાલારામ નદી પસાર થાય છે. એવામાં મંદિરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા રહે છે. જ્યારે આજે બાલારામ નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બંને ડૂબી ગયા હતા. તેના લીધે બંને યુવકોનું મૃત્યુ નીપજ્યું હતું.

સ્થાનિકોને લોકોને ઘટનાની જાણ થતા તાત્કાલીક દોડી આવ્યા હતા અને બન્ને યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસને જાણકારી મળતા પાલનપુર તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. આ બંને યુવકો ડીસાના હુસેનચોક વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ