SaurashtraGujarat

આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોને બાંધી માર મારવામાં આવતા એકનું મોત, છ ની ધરપકડ

નર્મદા જિલ્લામાં કેવડિયાકોલોની નજીક ગરુડેશ્વર ખાતે બનતું આદિવાસી મ્યુઝિમ વિવાદમાં સામે આવ્યો છે.  મ્યુઝિયમમાં કામ કરતાં છ શખ્સો દ્વારા મોડી રાત્રીના બે વ્યક્તિઓને હથિયારોથી માર મારવામાં આવતા એકનું મૃત્યુ નિપજ્યું હતું. જાણકારી મુજબ, કેવડિયા અને ગણભા ગામના બે યુવાનો રાત્રીના આદિવાસી મ્યુઝિયમમમાં ગયેલા હતાં. બન્ને ચોરી કરવા આવ્યા હોવાની શંકા રાખીને મ્યુઝિયમમાં કામ કરનાર કર્મચારીઓ દ્વારા બન્ને પકડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને બાંધી દેવામાં આવ્યા અને મ્યુઝિયમના કર્મચારીઓ દ્વારા પાઈપ, દંડા અને ગરદાપાટું માર માર મારવામાં આવ્યો હતો.

ઘટના બાદ બન્ને યુવાનોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ગરૂડેશ્વરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન એક યુવાનનું  મૃત્યુ નિપજ્યું હતું. અન્ય યુવાન સારવાર હેઠળ રહેલો છે. જાણકારી મુજબ, મૃતક યુવાનનું નામ જયેશ તડવી રહેલ છે અને સારવાર હેઠળ રહેલા યુવાનનું નામ ગજેન્દ્ર તડવી રહેલું છે.

ઘટના જાણકારી મળતા જિલ્લાનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા દ્વારા હુમલો, એટ્રોસિટિ સહિતા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. મ્યુઝિમમાં કામ કરનાર માર્ગિશ ધીરપડા, દેવલ પટેલ, દીપકકુમાર યાદવ, વનરાજ તાવડિયા, શૈલેષ તાવડિયા અને ઉમેશ ગુપ્તાની આ મામલામાં ધરપકડ કરવામાં આવી છે.