AhmedabadBjpGujarat

બકરી કાઢતા ઊંટ પેસ્યું: હવે હેલ્મેટ ફરજીયાત, પાછળ બેસનારે પણ ફરજીયાત પહેરવું પડશે

કેન્દ્ર સરકારમાં ટ્રાફિકના નિયમોમાં સુધારા બાદ હેલ્મેટ માટે મોટો દંડ વસુલાતો હતો જે બાદ લોકોના રોશને ધ્યાનમાં લેતા ગુજરાત સરકારે હેલ્મેટ મરજિયાત કર્યું હતું.જો કે હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી. હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી. સરકારે જવાબમાં કહ્યું કે હેલ્મેટ મરજિયાત નથી કરાયું.સાથે સરકારે કહ્યું કે પાછળ બેસનારે પણ હેલ્મેટ ફરજીયાત પહેવું પડશે.

વિજય રૂપાણી ની સરકારે આ પહેલા હેલ્મમેંટ મરજિયાત કર્યું હતું એ જગ જાહેર છે છતાં સરકાર ફરી ગઈ અને કહે છે કે અમે મરજિયાત નથી કર્યુ.ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં હેલ્મેટ પેહરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી.આ નિર્ણય ને ગુજરાતની જનતા સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

મોટર વ્હિકલ એક્ટ 1988 સેક્શન 129 મુજબ ટુ વ્હિલર ચલાવનાર અને પાછળ બેસનાર બંને લોકોએ ફરજીયાત હેલ્મેટ પહેરવાનો નિયમ છે. ગુજરાત સરકાર દ્વારા હેલ્મેટ મરજીયાત કર્યા બાદ રોડ સેફ્ટી કમિટી દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસેથી સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના અમલીકરણનો રિપોર્ટ માંગવામાં આવેલો હતો. ત્યારબાદ ગુજરાતની ભાજપ સરકારને ડર લગતા પોતાના નિર્ણયથી ફરી ગઈ અને ફરી હેલ્મેટ ફરજીયાત કરી દીધું છે.