GujaratAhmedabad

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતમાં : શુક્રવારે ગાંધીનગરમાં વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તે ગુજરાતમાં બે દિવસ આવવાના છે. 18 અને 19 એપ્રિલના રોજ તેમના દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવશે. જ્યારે 18 મી ના અમિત શાહનો મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે 19 મીના ગાંધીનગરમાં ઉમેદવારી તેમના દ્વારા નોંધાવવામાં આવશે. જ્યારે વિજય મુહૂર્તમાં અમિત શાહ દ્વારા ફોર્મ ભરવામાં આવશે.

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે અને સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. તેની ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી દાખલ કરવામાં આવી છે. ત્યારે તેઓ ભાજપ માટે દેશમાં પ્રચાર માટે લાગેલા છે. એવામાં 18 અને 19 એપ્રિલના રોજ તેમના દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવશે. 18 મી તારીખના અમિત શાહનો મેગા રોડ શો યોજાવાનો છે. 19 મી એ ગાંધીનગરમાં ઉમેદવારી તેમના દ્વારા નોંધાવવામાં આવશે. વિજય મુહૂર્તમાં અમિત શાહ દ્વારા ફોર્મ ભરવામાં આવશે.

તેની સાથે અમિત શાહના ફોર્મ ભરતા સમયે સી એમ ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, ક્લસ્ટર પ્રભારી કે. સી. પટેલ અને લોકસભા પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ તેમની સાથે હાજર રહેવાના છે. જ્યારે અમિત શાહ બે દિવસ અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રહેવાના છે. આ બે દિવસના પ્રચારનો કાર્યક્રમ તૈયાર કરી દેવામાં આવ્યો છે.