કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વાઈબ્રન્ટ સમિટમાં કરી મોટી જાહેરાત, ગાંધીનગરમાં હવે જોવા મળશે ઉડતી કાર
ગુજરાતમાં ટેક્સીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં એર ટેક્સી દોડાવાની મોટી જાહેરાત કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા વાઈબ્રન્ટ સમિટમાં આ મોટી જાહેરાત કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક મોબિલિટી પર આયોજિત સેમિનારમાં જણાવવામાં આવ્યું હતું કે, અમારા દ્વારા ગિફ્ટ સિટીમાં એર ટેક્સી ચલાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો બીજા દિવસે આ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રીઓ દ્વારા વિવિધ સેમિનારમાં હાજરી આપવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, જે રોકાણકારો દ્વારા મારા પર વિશ્વાસ કરીને ઈ-વ્હીકલમાં રોકાણ કરવામાં આવ્યું છે તે આજે નફામાં રહેલા કે. તે હેવે મોટા પાયા પણ વિકસાવી રહ્યા છે અને ઇ-વ્હીકલની રાહ જોવામાં આવી રહી છે. ટુ-વ્હીલર સ્ટાર્ટ અપની સાથે વિદેશમાં નિકાસ પણ શરુ થયેલ છે. જ્યારે આ ઉદ્યોગની વાત કરું તો તે રૂ. 12.5 લાખ કરોડનો છે અને નિકાસ રૂ. 4 લાખ કરોડની રહેલ છે. આ સાથે 4 કરોડ નોકરીઓ પણ ઉભી થઈ છે. તેની સાથે ઈ-વ્હીકલનો ટાર્ગેટ રૂ. 25 લાખ કરોડનો રહેલો છે અને અમારો ટાર્ગેટ પ્રથમ બનવાનો રહેલો છે.
આ સાથે તેમને વધુમાં ગુજરાતમાં ઈ-વાહનોને ખાસ વાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઈ-વાહનોની સંખ્યા 1.07 લાખ રહેલી છે અને છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં ઈ-વાહનોનું વેચાણ 500 ગણું વધી ગયું છે. જ્યારે હવે ગાંધીનગરમાં એર ટેક્સીઓ ઉડતી જોવા મળવાની છે. અમારા દ્વારા ગિફ્ટ સિટીમાં એર ટેક્સી ચલાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.