Corona VirusInternational

અમેરિકામાં કોરોના નું તાંડવ: ટ્રમ્પ ચીનને જવાબ આપવા આ આકરા પગલાં ઉઠાવશે?

બે વર્ષ લાંબા સંઘર્ષ બાદ જાન્યુઆરી -2020 માં યુએસ અને ચીન વચ્ચે વેપાર કરારના પ્રથમ રાઉન્ડ પર હસ્તાક્ષર થયા હતા. જ્યારે જાન્યુઆરીમાં બંને આર્થિક અને વેપાર કરારો પર પહોંચ્યા ત્યારે સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે તે માત્ર ચીન અને અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક છે.

ચીન અને યુએસ વચ્ચેના વેપારના કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર અમેરિકાના વ્હાઇટ હાઉસ ખાતે યોજાયો હતો. જેના પર આર્થિક વાટાઘાટોના ચીનના પ્રભારી, લિઓ હી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વેપાર કરાર પછી અમેરિકા અને ચીને કહ્યું કે તે માત્ર આર્થિક કરાર જ નહીં, પણ વિશ્વની શાંતિ અને સમૃદ્ધિથી પણ સંબંધિત છે. વિશ્વ પણ યુએસ અને ચીન વચ્ચેના કરારની રાહ જોઈ રહ્યું હતું.

પરંતુ અમેરિકામાં કોરોના વાયરસના તાંડવને કારણે અમેરિકા ચીન સાથે દુશમનીના મૂડમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ ચીન પર કોરોના વાયરસનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવવા માટે ચીનને દોષી ઠેરવ્યું છે.અમેરિકા સતત કોરોના માટે ચીન નેદોષી ઠેરવે છે. હવે ચીન પણ અમેરિકા પર હુમલો કરી રહ્યું છે. ચીને અમેરિકાને નિખાલસપણે પૂછ્યું છે કે કોરોના ચીન ની લેબમ બન્યો હોય તો પુરાવા બતાવો નહીં તો મોં બંધ રાખો.

પરંતુ અમેરિકામાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડનો પારો પણ વધી રહ્યો છે. અમેરિકા હવે ચીનને પાઠ ભણાવવાની વાત કરી રહ્યું છે. ચાર મહિનાના વેપાર કરાર પ્રત્યે અમેરિકાનું વલણ બદલાઈ રહ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓ ચાર મહિના પહેલા બંને દેશો વચ્ચેનો આ સોદો ખતમ કરી શકે છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ આ સમયે ચીનથી ખૂબ જ ગુસ્સે છે અને યુએસ-ચીન વેપાર સોદા અંગે હજી કંઈ નક્કી કરાયું નથી. આનો અર્થ એ કે આ કરારને તોડી શકાય છે.

જો કે ટ્રમ્પના નિવેદનના થોડા કલાકો પહેલા યુએસ ટ્રેડ ડેલિગેશનના સભ્યએ ચીનના સમકક્ષ અધિકારી સાથે વાત કરી હતી. બંને દેશોના અધિકારીઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે ચીનને વિશ્વાસ છે કે તે વેપાર સોદા હેઠળ વચન પ્રમાણે ખરીદી કરશે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે વેપાર સોદાને સફળ બનાવવા માટે બંને દેશો જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા છે અને આ દિશામાં સારી પ્રગતિ થઈ રહી છે. બંને અધિકારીઓએ પણ સંમતિ આપી કે કોરોના વાયરસ હોવા છતાં બંને દેશો આ વેપાર સોદો સમયસર પૂર્ણ કરશે. પરંતુ હવે ટ્રમ્પનું વલણ નક્કી કરશે કે આ કરાર તૂટી જશે કે પછી રહેશે?