SaurashtraGujaratRajkot

રાજકોટના કોટડા ગામમાં વ્યાજખોરોનો આતંક : પતિ-પત્ની ઝેરી દવા પીતા પતિનું મૃત્યુ, પત્નીની હાલત ગંભીર

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના કોટડા ગામ થી વ્યાજખોરોનો આતંક નો મામલો સામે આવ્યો છે. આ ગામમાં વ્યાજખોરોનો આતંક ના લીધે પતિ-પત્નીએ ઝેરી દવા પી લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં સારવાર દરમિયાન પતિનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે સારવાર હેઠળ પત્ની ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

જાણકારી મુજબ, વીંછીયા તાલુકાના કોટડા ગામના એક ગોહિલ પરિવારના હિતેશ અશોક ગોહિલ જસદણ ગઢડીયા રોડ પર લોખંડ બનાવવાનું કારખાનું ચલાવી રહ્યો હતો. હિતેશ ને રૂપિયા ની જરૂરિયાત રહેલી હતી પરંતુ સમયસર લોન ના મળતા વ્યાજખોરો પાસેથી તેના દ્વારા દોઢ કરોડ રૂપિયા વ્યાજે લેવામાં આવ્યા હતા અને એક લાખ રૂપિયાનું દરરોજનું 5 હજાર રૂપિયા વ્યાજ વ્યાજખોરોને ચૂકવી રહ્યો હતો અને 50 લાખ જેટલા ચૂકવી પણ દીધા હતા. તેમ છતાં વ્યાજખોરો અવારનવાર રૂપિયા ની કડક ઉઘરાણી કરતા રહેતા હતા અને ફોન કરીને ધમકી પણ આપી રહ્યા હતા. વ્યાજખોરો દ્વારા હિતેશ નું અપહરણ કરવામાં આવ્યું હતું અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

એવામાં બે દિવસ અગાઉ હિતેશ ના પિતા અશોકભાઈ ના મોટા ભાઈ ગોરધનભાઈ પર સાંજના સમયે અજાણ્યા લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તેના લીધે તેમના બન્ને પગ ભાગી ગયા હતા. હાલમાં ગોરધનભાઈ બોટાદ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે.

તેની સાથે વ્યાજખોરો દ્વારા આપવામાં આવેલ આતંક લીધે હિતેશના માતા-પિતાને મરવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા હતા. એવામાં હિતેશ ના પિતા અશોકભાઈ અને તેમના પત્ની શોભાબેન બન્ને જણા પોતાની વાડીમાં બપોરના સમયે અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. ત્યાર બાદ તેમના મિત્ર વિનુભાઈ નાનુભાઈ રાજપરા ને ફોન કરીને કોટડા ગામમાં તેમના પરિવારજનોને આ બાબતમાં જાણ કરી દેવા માટે ફોન કર્યો હતો. ત્યાર બાદ વિનુભાઈ રાજપરા દ્વારા આ મામલામાં આજુબાજુમાં લોકોને જાણ કરવામાં આવી અને 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને વીંછીયા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમ છતાં વધુ સારવાર અર્થે ત્યાંથી તાત્કાલિક જસદણ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન અશોકભાઈ નું મૃત્યુ નીપજ્યું અને શોભાબેન ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.