અદ્દભુત કામગીરી: છેલ્લા 15 વર્ષથી આ અમદાવાદી કરે છે ઉતરાયણમાં આ કામ
ઉતરાયણનો તહેવાર ત્યારે લોકો પતંગ ચગાવવાની મજા આવી જાય ચેર, જે નાનાથી લઈને મોટા વડીલો બધા જ આ ઉતરાયણની મજા ખૂબ જ આનંદથી માનતા હોય છે અને આ દિવસે લોકો આખો દિવસ ધાબા પર રહીને પતંગ ચગાવતા હોય છે જયારે ઘણા લોકો એવા પણ હોય છે જે તહેવારના દિવસે ખાવાના અને બહાર ફરવાના શોખીન હોય છે, ત્યારે તેઓ આ તહેવાર દરમિયાન બહાર તેમનું બાઈક લઈને જાય અચે જયારે મોટા ભાગના લોકો તેમના સગા સંબધીઓના ઘરે જઈને એકસાથે આ તહેવારની મજા માનતા હોય છે.
જેના કારણે તેમને બહાર રસ્તાઓ પર નીકળવું પડે છે, ત્યારે આ દરમિયાન રસ્તાઓમાં પતંગની દોરી તેમના ગળામાં આવી જતા તેમનું મોત થાય છે જેના કારણે તેમના સમગ્ર પરિવારમાં શોકન લાગણી છવાઈ જાય છે, ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે અમદાવાદમાં એક વ્યક્તિ છેલ્લા 15 વર્ષથી રસ્તાના થાંભલા પર તાર લાગવાનું કામ કરે છે જેથી લોકોને સુરક્ષિત રાખી શકાય અને લોકો આ તહેવારનો આનંદ માની શકે. જે મનોજ ભાવસાર છેલ્લા 15 વર્ષથી શહેરના વિવિધ બ્રિજ પર સેફ્ટી વાયર બાંધે છે.
ઉતરાયણમાં કપાયેલી પતંગો રસ્તા પર જતાં લોકો માટે પ્રાણઘાતક બને છે. ત્યારે મનોજ ભાવસાર છેલ્લા 15 વર્ષથી શહેરના વિવિધ બ્રિજ સેફ્ટી વાયર બાંધે છે જેથી પતંગની દોરીના કારણે ટુ-વ્હીલરચાલકોને આવી ઈજાઓથી રોકી શકાય. મનોજ ભાવસારે આ વર્ષે શહેરના 50 જેટલા બ્રિજમાંથી 29 બ્રિજ પર સેફ્ટી વાયર લગાવી દીધા છે. જો કે મનોજ ભાવસારે જણાવ્યું છે કે એક બ્રિજ પર વાયર લગાવવા માટે તેને 2,500 રૂપિયાનો ખર્ચ આવે છે. જેમાં બ્રિજની એક સાઈડ માટે 15 કિલો વાયરની જરૂર પડે છે.