વડોદરા બાજુ જાઓ તો આ રેસ્ટોરન્ટમાં જમવા માટે ચોક્કસ જજો, ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું મળે છે,
નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત કરવાનો કે હાલના સંજોગોમાં પ્રવાસ ખેડવા પ્રેરિત કરવાનો નથી.હાલ ચાલી રહેલી કોરોનાને લગતી પરિસ્થિતિમાં તમને નમ્ર અપીલ છે કે બહાર જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનો ઉપયોગ કરો અને સરકારશ્રીના નિયમોનું પાલન કરો.
આજે આપણે વાત કરીશું વડોદરા શહેરની, શહેરમાં ઘી ગુડ નામની એક રેસ્ટોરન્ટ છે,જ્યાં તમે ૧૦૧ ભારતીય વાનગી ભરપેટ જમી શકો છો.જે ૩૨૦ રૂપિયામાં અનલિમિટેડ જમી શકો છો.જો આપણે એડ્રેસની વાત કરીએ તો વડોદરામાં પરિવાર ક્રોસ રોડ, વાઘોડિયા રોડ, ગ્રાઉન્ડ ફ્લોર,વૃંદાવન હાઇટ્સ નજીક આ રેસ્ટોરંટ છે.
અહી ૧૦૧ ભારતીય વાનગી સવારે ૯ વાગે બની જાય છે અને સવારે ૧૧.૩૦ કલાકે રેસ્ટોરન્ટ ચાલુ થાય છે.વાનગીઓ જ એટલી બધી છે કે તમારે શું ખાવું એ જ નક્કી નહીં કરી શકો.ખરેખર અહી ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું મળે છે.
જો તમે વડોદરામાં રહેતા હોવ અથવા વડોદરા બાજુ જાઓ તો આ ઘી ગુડ રેસ્ટોરન્ટમાં જમવા માટે ચોક્કસ જાઓ.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.