VadodaraGujarat

વડોદરા બોટ દુર્ઘટનાને લઈને આવ્યા મોટા સમાચાર, બિનીત કોટિયા સહિત કુલ 7 ઝડપાયા

વડોદરા હરણી તળાવમાં બોટ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ધટનાનો આરોપી બિનીત કોટિયા ઝડપાઈ ગયો છે.  SIT દ્વારા આરોપી બિનીત કોટિયાની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.  બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 7 આરોપી ઝડપી પાડવામાં આવી છે. નોંધનીય છે કે, દુર્ઘટના ના મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ફરાર રહેલ છે. ઘટના નાં ચાર દિવસ બાદ પણ હજુ સુધી તમામ આરોપીઓ ઝડપાયા નથી. જ્યારે કુલ 19 આરોપીઓમાંથી 12 આરોપીઓ ને પોલીસ દ્વારા હજુ શોધવામાં આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, બિનીત કોટિયા કોટિયા ફુડ્સ કંપની નો મુખ્ય પાર્ટનર રહેલ છે. હરણી લેક ઝોન પ્રોજેક્ટ કોટિયા પ્રોજેક્ટ્સ નાં  હસ્તે કરવામાં આવ્યો હતો. 32 વર્ષીય બિનીત કોટિયા કંપની માં મેનેજિંગ ડાયરેક્ટર ની પોસ્ટ પર કામ કરતો હતો. મૂળ ભરૂચ નો રહેવાસી બિનીત છેલ્લાં ઘણાં વર્ષોથી વડોદરામાં પરિવાર સાથે રહી રહ્યો હતો.

તેની સાથે હરણી તળાવ બોટ ઘટના બાબતમાં આશ્ચર્યચકિત બાબત સામે આવી છે.  વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 20 જાન્યુઆરી નાં રોજ મોટી જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે,  કેસમાં 18 આરોપીઓ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે, જેમાંથી એક આરોપીનું મૃત્યુ નીપજ્યું છે. તેની સાથે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમની પૂછપરછ દરમિયાન જાણકારી સામે આવી હતી કે, પરેશ શાહ અને નિલેશ જૈનને રોજબરોજની આર્થિક પ્રવૃત્તિઓ ની જાણ કરાઈ હતી. પોલીસ દ્વારા આના દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા છે.