વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટના બાબતમાં SIT ટીમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. SIT દ્વારા ગોપાલ શાહની છતીસગઢ ના રાયપુર થી ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપી ગોપાલ શાહ અને ફરાર આરોપી પરેશ શાહ બંને સાઢુભાઈ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી પોલીસ દ્વારા આ કેસમાં 8 આરોપી ઓ ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ કેસમાં 11 આરોપી ફરાર રહેલા છે.
જાણકારી મુજબ, હોડી દુર્ઘટનાના આરોપી ગોપાલદાસ શાહ વડોદરા કોર્પોરેશનમાં એક સમયે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ પર રહેલા હતા. આ દરમિયાન તેમણે કોર્પોરેશન દ્વારા ટર્મીનેટ કરાયા હતા. ગાપાલદાસ શાહ આર્કિટેક હોવાથી તેમના દ્વારા કન્સલટન્સી શરૂ કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે, હોડી દુર્ઘટનામાં આરોપી આ ગોપાલદાસ શાહ દ્વારા પાવાગઢ અને અયોધ્યાના પ્રોજેક્ટ સહિત ગુજરાતમાં 50 જેટલા પ્રોજેક્ટોમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કન્સલ્ટન્સી નું કામ કરવામાં આવ્યું છે.
તેની સાથે વર્ષ 2015-16 માં ગુજરાતમાં આવેલા મોટા તળાવોનું PPP ધોરણે બ્યુટીફિકેશન કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ગોપાલદાસ શાહ દ્વારા ગંદકીથી ઉભરાતા અને હાલમાં 14 નો ભોગ લેનાર હરણી મોટનાથ તળાવ નું PPP ધોરણે બ્યુટીફિકેશન કરવાનો કોર્પોરેશનને પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યો હતો. જે તે સમયે કોર્પોરેશનને પ્રોજેક્ટ પસંદ આવતા તેના પર કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લખનીય છે કે, મેસર્સ કોટિયા પ્રોજેક્ટની કોઈ લાયકાત ન હોવા છતાં સ્થાયી સમિતિની બેઠકમાં કામ મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારથી જ વર્તમાન હોડી દુર્ઘટનાના આરોપીઓ એ પૂર્વ આયોજન મુજબ હરણી મોટનાથ તળાવ નો 30 વર્ષ સુધી કબજો મેળવી લેવામાં આવ્યો હતો.
તેની સાથે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના માલિકો બિનિત કોટિયા અને હિતેષ કોટિયા નું ટેન્ડર મંજુર કર્યા બાદ ગોપાલદાસ શાહે પૂર્વ આયોજન મુજબ તળાવના બ્યુટીફીકેશનનું ટેન્ડર ડોલ્ફિન કંપની ને પેટા કોન્ટ્રાક્ટ માટે આપી દેવામાં આવ્યું અને તેનું MOU કરાવી દેવામાં આવ્યું હતું. ડોલ્ફિન કંપનીના મુખ્ય કર્તાહર્તા હોડી દુર્ઘટનાના આરોપી પરેશ શાહ અને નિલેષ જૈન બની ગયા છે. આ બંને અને ગોપાલદાસ શાહે ભેગા મળીને 50 હજાર સ્ક્વેર ફૂટ જગ્યા ધરાવનાર હરણી મોટનાથ તળાવ નું બ્યુટીફિકેશન શરૂ કરવામાં આવ્યું હતું.. આર્કિટેક ગોપાલદાસ શાહ તળાવના બ્યુટીફીકેશન કરવા માટેનું કામ કરતા હતા. જ્યારે પરેશ શાહ અને નિલેષ જૈન આ પ્રોજેક્ટમાં રોકાણ કરતા હતા હોવાનું સામે આવ્યું છે.