GujaratMadhya Gujarat

વડોદરા: હાથની મહેંદી ઉતરે એ પહેલા જ ઉદ્યોગપતિ પરિવારની વહુનું કાર અકસ્માતમાં મોત, BMW કારનો ડૂચો વળી ગયો

રાજ્યસહીત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે.લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટોવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત વડોદરાથી સામે આવ્યો છે.

વડોદરાના ઉદ્યોગપતિનો પરિવાર કૂળદેવીના દર્શન કરી ઢસા ગામથી પરત આવી રહ્યો હતો ત્યારે કસ્બારા ગામ પાસે કારનો ઓવરટેક કરતા સમયે ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હતો. તારાપુર પાસે સર્જાયેલા અકસ્માતમાં BMW કાર ટ્રકમાં ટકરાઈ ગઈ હતી. જેમાં ઉદ્યોગપતિ પરિવારની નવવધૂનું મોત નીપજ્યું છે. જ્યારે પતિ-બહેનને ઇજા થઈ છે. નવયુગલના તાજેતરમાં જ લગ્ન થયા હતા. ત્યારે વહુના મોતથી ઉદ્યોગપતિ પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા ઓલ્ડ પાદરા રોડ શિવશક્તિ સોસાયટી આવિષ્કાર કોમ્પ્લેક્સ પાછળ રહેનાર ઉર્મિલ નલીનકાંત શાહનો પરિવાર વસવાટ કરે છે. જેમની મકરપુરા જીઆઈડીસીમાં પોતાની કંપની રહેલી છે. ઉર્મિલ શાહનો પરિવાર પોતાની ફોર્ડ એવેન્ડર અને બીએમડબલ્યુ કાર લઈને ઢસા ગામે કુળદેવીના દર્શન કરવા માટે નીકળ્યો હતો. બંને કારમાં સવાર પરિવારજનો દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે તારાપુર-વટામણ હાઈવે પર કસ્બારા પાસે શુક્રવારના બપોરે બીએમડબલ્યુ કારનો અકસ્માત થયો હતો.

તમને જણાવી દઈએ કે, બીએમડબ્લ્યુ કાર ચલાવી રહેલા ઉત્સવ અમિતભાઈ શાહ આગળ જતી કારનો ઓવરટેક કરવા માટે ગયા હતા. તે સમયે તેમને ઝોકું આવી જતા કાર આગળ જતી ટ્રકથી ટકરાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઉર્વિલ શાહના પત્ની મૃગ્ના શાહના શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓ થતા તેમનું કરૂણ મોત નિપજ્યું હતું.

નોંધનીય છે કે, જ્યારે ઉત્સવ શાહ અને મૃગ્નાના થોડા દિવસ અગાઉ લગ્ન થયા હતા. જ્યારે મૃગ્નાના હાથની મહેંદીનો રંગ પણ ઉડ્યો ન હતો, ત્યાં તેમનુ મૃત્યુ થયું હતું. આ રીતે ઉદ્યોગપતિ પરિવારની લાડલી વહુનું મોત થતા પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.