લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એવામાં પક્ષપલટાની શરુઆત થઈ ગઈ છે. જ્યારે આજે આવા જ સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પહેલા વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દવ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. જ્યારે હવે તેમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, વડોદરાનાં વાઘોડિયાનાં પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
વડોદરાના વાઘોડિયા વિધાનસભાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા 25 જાન્યુઆરીનાં રોજ રાજીનામું આપવામાં આવ્યું હતું. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે મુલાકાત કરી રાજીનામું સોંપવામાં આવ્યું હતું. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ની હાજરીમાં તેઓનાં કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત 2000 થી વધુ કાર્યકતાઓ સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા.