VadodaraGujarat

વડોદરા હરણી દુર્ઘટના મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને છ અધિકારીઓને ફટકારી નોટિસ

વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના બાબતમાં સતત નવી-નવી જાણકારીઓ સામે આવી રહી છે. એવામાં વધુ એક બાબત સામે આવી છે. હરણી બોટ દુર્ઘટના મામલે હવે વડોદરા કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પડવાથી લઈ ઇન્સ્પેક્શન કરનાર અધિકારીઓ સહિત કુલ 6 અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

વડોદરા હરણી લેક બોટ દુર્ઘટનામાં કોર્પોરેશન દ્વારા એકસન લેવામાં આવી છે. જાણકારી મુજબ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 ઇજનેરને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં હરણી તળાવ ટેન્ડર બહાર પાડવા થી લઈ ઇન્સ્પેક્શન કરનાર અધિકારીઓ ને નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવેલ છે. તેની સાથે આ અધિકારીઓને 7 દિવસમાં જવાબ આપવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. નોંધનિય છે કે, મ્યુનિસિપલ કમિશનરની આંતરિક તપાસ બાદ કાર્યવાહી શરૂ કરાઇ અને ફ્યુચરિસ્ટિક વિભાગના કાર્યપાલક ઈજનેર સહિત છ ઇજનેરને નોટિસ ફટકારવામાં આવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજેશ ચૌહાણ (કાર્યપાલક ઇજનેર, ફ્યુચરીસ્ટિક સેલ), પરેશ પટેલ (કાર્યપાલક ઇજનેર પૂર્વ ઝોન), જીજ્ઞેશ શાહ (હવાલા ના નાયબ ઇજનેર, ફયુચરીસ્ટિક સેલ), મુકેશ અજમેરી (હવાલાના નાયબ ઇજનેર, ફ્યુચરીસ્ટીક સેલ), મિતેષ માળી (એ એ ઈ, ફ્યુચરીસ્ટીક સેલ) અને જીગર સયારિયા (એ એ ઈ, ઉત્તર ઝોન) ને નોટીસ ફટકારવામાં આવી છે.