CrimeGujaratMadhya Gujarat

વડોદરામાં સ્પાની આડમાં ચાલી રહ્યું હતું કૂટણખાનું, પરંતુ પોલીસની ચાલાકીથી થયો પર્દાફાશ

વડોદરા શહેરથી કૂટણખાનું પકડાયું હોવાનું સામે આવી છે. જેમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું હતું. વડોદરા શહેરની પોલીસ દ્વારા હરણી રોડ પર આવેલ સ્પામાં રેડ પાડવામાં આવી હતી. આ રેડ ઓરા ઇન્ટરનેશનલ સ્પામાં પાડવામાં આવી હતી. પોલીસની ટીમ ત્યાં ગઈ તો અચંબામાં મુકાઈ ગઈ હતી. કેમ કે અહીં સ્પાના નામે કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસ દ્વારા કૂટણખાનામાંથી છ યુવતીઓને છોડાવવામાં આવી હતી.

વડોદરા શહેરની હરણી પોલીસ દ્વારા એક ડમી ગ્રાહકને ઇન્ટરનેશનલ સ્પામાં મોકલવામાં આવ્યો હતો. આ ડમી ગ્રાહકને મોકલવા પાછળનું કારણ એક જ હતું કે વાસ્તવમાં સ્પામાં શું થાય છે. કેમ કે પોલીસ તેને લઈને જાણકારી મળી હતી કે, અહીં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ પોલીસ દ્વારા અહીં રેડ પાડવામાં આવી હતી.

નોંધનીય છે કે, પોલીસને જાણકારી મળી હતી કે, હરણી રોડ પર આવેલ ઓરા ઈન્ટરનેશનલ સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસને આ જાણકારી મળતા જ તેમને આ સ્પામાં ડમી ગ્રાહકને મોકલ્યો અને પોલીસની ટીમ દ્વારા પછી રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસ દ્વારા મોકલવા આવેલ ડમી ગ્રાહક એક યુવતી સાથે કઢંગી હાલતમાં જોવા મળ્યો હતો. પછી પોલીસ દ્વારા છ યુવતીઓને છોડાવી લેવામાં આવી હતી.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, ઇન્ટરનેશનલ સ્પામાં ગ્રાહક દીઠ રૂપિયા 3000 રૂપિયા લેવામાં આવતા હતા. તેના સામે યુવતીઓને 1500 રૂપિયાની ચુકવણી કરવામાં આવતી હતી. પોલીસ દ્વારા સ્પાના મેનેજર સહિત ત્રણની અટકાયત કરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે સ્પાના સંચાલક સોનુ ગુપ્તા અને કૌશિક શ્રીમાળીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે