GujaratMadhya Gujarat

વડોદરાના વેપારી સાથે થયેલી ઠગાઈને જાણીને તમે પણ ચોંકી ઉઠશો

વડોદરા શહેરના એક વેપારી સાથે વિચિત્ર પ્રકારે ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ વેપારી ક્રુઝમાં તેમના પરિવારીને ગોવા લઈ જવા ઇચ્છતા હતા. જે અંગે સમાચારપત્રમાં જાહેરાત આવતા વેપારીએ તે જાહેરાત આપનાર વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. બાદમાં તેઓએ આ બાબતની વિગતો મેળવીને 2.79 લાખ રૂપિયા ભર્યા હતા. બાદમાં ક્રુઝ રદ થઈ જતા વેપારીએ પૈસા પરત માંગ્યા હતા. જો કે, એજન્ટ અને અન્ય એક વ્યક્તિએ પૈસા રિફંડ પરત કર્યા નહિ. આમ સમાચાર પત્રની જાહેરાતોમાં આવી જવું એ વેપારી માટે મોટી મુસીબત સમાન સાબિત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, આ અંગે વેપારીએ નવરંગપુરા પોલીસને જાણ કરતા પોલીસે વેપારી પાસેથી માત્ર અરજી લીધી હતી. અને સમગ્ર બાબતની તપાસ પછી ગુનો નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે, છેતરપિંડીની બાબતોમાં પોલીસ માત્ર અરજી લઈને જ સંતોષ માની લેતી હોય છે અને જ્યા સુધી ગુનો નોંધાય ત્યા સુધી તો આરોપીઓ ફરાર થઇ ચુક્યા હોય છે. આમ પોલીસ પણ એક રીતે જાણે આરોપીઓને ફરાર થવાનો મોકો આપીને લોકો સાથે અન્યાય કરતી હોય તેવી પણ ચર્ચા છે.

મળતી માહિતી અનુસાર, છેતરપિંડીનો ભોગ બનનાર સંદીપભાઈ ગ્રોવર વડોદરા શહેરમાં કેક શોપ ધરાવી વેપાર કરે છે. હાલમાં જ તેઓએ સમાચારપત્રમાં ગોવા જવા માટેની એક જાહેરાત વાંચી હતી. જેમાં મુંબઈના કોડિકા ક્રુઝ શિપનો મોબાઈલ નંબર લખ્યો હતો. ત્યારે આ નંબર પર સંપર્ક કરતા કોઈ જીતેશભાઈ વાત કરતા હતા. અને તેમને જીગર પટેલ નામના એક બીજા એજન્ટ નો મોબાઈલ નંબર આપીને સંપર્ક કરાવ્યો હતો.

જીગર પટેલનો સંપર્ક કરીને વેપારીએ ક્રુઝ દ્વારા ત્રણ દિવસ ત્રણ નાઈટ ગોવા ફરવા જવાનું જણાવ્યુ હતું. ત્યારે આ જિગર પટેલે ચાર વ્યક્તિ માટેના એક રૂમના 1.67 લાખ રૂપિયા અને ત્રણ વ્યક્તિઓ માટે 1.4 લાખ રૂપિયા ભાવ કહ્યો હતો. જેથી વેપારી સંદીપભાઈએ તેમની માતા, દીકરી, દીકરો, પત્ની અને ભાઈના ડોક્યુમેન્ટ જીગર પટેલને મોકલી આપ્યા હતા. બાદમાં જિગર પટેલે ફોનથી ટિકિટના ફોટો મોકલ્યા હતા. અને અમદાવાદ આવીને ક્રુઝની ટીકીટ લઈ જવા અને ટિકિટના 2.79 લાખ રૂપિયા ભરી જવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સંદીપભાઈ વડોદરાથી અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલ જીગર પટેલની ઓફિસે આવ્યા હતા. અને ત્યાંથી ટીકીટ મેળવી હતી. જીગર પટેલે ટીકીટ આપીને મુંબઈ પહોંચીને ત્યાંથી ક્રુઝમાં બેસવાનું જણાવ્યું હતું. અને વેપારી પાસેથી રોકડા 2.79 લાખ રૂપિયા લીધા હતા. જ્યારે સંદીપભાઈન ક્રુઝમાં બેસવા માટે મુંબઈ પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે ક્રુઝ કેન્સલ થઈ ગયું છે. જેથી તેઓએ લવ શર્મા ને ફોન કર્યો હતો. ત્યારે તે કોઈ ઇવેન્ટમાં છે તેવું જણાવ્યું હતું.ત્યારે સંદીપ ભાઈએ મુંબઈ જવાનો તમામ ખર્ચ તેમજ ક્રુઝની ટિકિટના પૈસા પરત આપવાનું કહ્યું હતું.

નોંધનીય છે કે, વેપારી સંદીપભાઈએ અનેક વાર લવ શર્મા તેમજ જીગર પટેલ પાસે પૈસા પરત માંગતા હતા. અને આ લવ શર્મા તેમજ જીગર પટેલ પૈસા રિફંડ ન થયા હોવાનું જણાવી સંદીપભાઈને ટલાવતા રહેતા હતા. સંદીપભાઈએ ક્રુઝ સર્વિસમાં આ અંગે જાણ કરી તો ત્યાંથી જાણવા મળ્યું કે રિફંડ લવ શર્મા ને આપી દેવાયુ હતું. અને લવ શર્માને આ વાત કરતા તેમણે સંદીપભાઈને ઓફિસે બોલાવ્યા હતા. અને ચેક આપ્યો હતો. પણ તે ચેક બાઉન્સ થયો હતો. ત્યારે વારંવાર પૈસા માટે ધક્કા ખાઈને સંદીપભાઈએ આખરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જો કે, પોલીસે સંદીપભાઈ પાસેથી માત્ર અરજી લીધી હતી.જો કે, સમગ્ર બાબત અંગે તપાસ કર્યા બાદ હવે છેતરપિંડી કરનારા લવ શર્મા અને જીગર પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ