વડોદરાના યુવકને લઈને બેંગ્લોરથી મોટા સમાચાર સામે આવ્યા છે. બેંગલોરમાં આવેલી રેવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ગયેલ વડોદરાના યુવાનને કોલેજની પાર્ટીમાં છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગઈ કાલ રાત્રીના રેવા યુનિવર્સિટીમાં એક પાર્ટી ચાલી રહી હતી તેમાં બે ગ્રુપ વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. તેમાં વડોદરાના 22 વર્ષના ભાસ્કર જેટીનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ભાસ્કર જેટીની વાત કરીએ તો તે મિકેનિકલ એન્જિનિયરિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. એવામાં શુક્રવારની રાત્રીના આ કરુણ ઘટના ઘટી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા ભાસ્કર જેટીની છાતી પર ચપ્પુના ઘા માર્યા હતા. તેમ છતાં આ વિદ્યાર્થીને તાત્કાલિક નજીકની હોસ્પટિલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.ત્યાં ટૂંકી સારવાર બાદ જ તેનું કરુણ મોત નીપજ્યુ હતુ. અન્ય શરથ નામના યુવાને પણ આ અથડામણમાં માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. તેને હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.
તેની સાથે પોલીસ તપાસમાં હજુ સુધી એ સામે આવ્યું નથી આ ઘટનામાં કોણ-કોણ સામેલ છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. પોલીસ દ્વારા હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. તેના દ્વારા જ કોઈ સાચી જાણકારી સામે આવી શકે છે.
જ્યારે મૃતકના પિતરાઈ ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વડોદરાના વારસિયાના ગૌસાઈ મહોલ્લામાં રહેનાર ભાસ્કર હરીશભાઈ જેટ્ટી ચાર વર્ષ પહેલા મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે બેંગલોરની રેવા યુનીવર્સિટીમાં ગયેલો હતો. તેનો અભ્યાસ પણ પૂર્ણ થઈ ગયો હતો. એવામાં શુક્રવારના રોજ કોલેજમાં ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ રહેલા હતા. ભાસ્કરના મિત્રો દ્વારા થોડા વીડિયો પણ મોકલવામાં આવ્યા હતા જેમ,અ જોવા મળી રહ્યું હતું કે, ભાસ્કરને પેટ અને છાતીના ભાગમાં ચપ્પાના ઘા વાગ્યા હતા તેના લીધે તે જમીન પર પડી ગયો હતો. જ્યારે દીકરાના મોતના લીધે સમગ્ર પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. સિક્યુરીટી ગાર્ડ તરીકે ભાસ્કરના પિતા હરીશભાઈ જેટ્ટી નોકરી કરે છે. અને માતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ સિવાય તેમને એક નાની બહેન પણ રહેલ છે.